Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઉત્તરાયણમાં ઘાયલ પક્ષીની સારવાર માટે વન વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબરો

ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીની સારવાર માટે વન વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબરો

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયં સેવકોના સહકારથી કરુણા અભિયાન-2024 અંતર્ગત પક્ષીની સારવાર અને બચાવ કામગીરીનું આયોજન

- Advertisement -

આપણે સૌ ઉતરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસ થી દર વર્ષે ઉજવીએ છીએ. પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય છે કે મૃત્યુ પામે છે આ અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ અમૂલ્ય છે તેથી તેમને બચાવવા એ આપણી નૈતિક ફરજ છે આ માટે રાજ્ય સરકાર દ્વારા ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન 2024 ની શરૂઆત કરાઈ છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ જામનગર દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વયંસેવકોના સાથ સહકારથી ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને બચાવવાની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે વન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થળોએ હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે. જે હેલ્પલાઇન મારફત ઘાયલ પક્ષીની જાણકારી આપી તેનો જીવ બચાવવા અને આ કરુણા અભિયાનમાં સહભાગી થવા સૌ નાગરિકોને વિનંતી કરવામાં આવી છે.

- Advertisement -

ઉતરાયણ દરમિયાન આટલું કરીએ

ફક્ત ઉતરાયણના દિવસે પતંગ ચગાવીએ.વૃક્ષો ઇલેક્ટ્રીક લાઈન અને ટેલીફોન લાઇનથી દૂર પતંગ ચગાવીએ.ઘાયલ પક્ષીને જોતાં તરત જ નિકટના સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ.ઘાયલ પક્ષીની આંખને કપડાંથી ઢાંકી હવાની અવર-જવર થઈ શકે તેવા પાત્રમાં બનતી ત્વરાએ સારવાર કેન્દ્ર સુધી પહોંચાડીએ. છત પર કે આજુબાજુના વૃક્ષો પર ફસાયેલી દોરીઓનો નિકાલ કરીયે.

- Advertisement -

ઉત્તરાયણ દરમિયાન આટલું ન કરી કરૂણા અભિયાનમાં જોડાઈએ
સવારે 9 વાગ્યા પહેલા કે સાંજના 5 વાગ્યા પછી પતંગ ન ચગાવીએ, ક્યારેય પણ તુકલ કે ફુગ્ગા ન ચગાવીએ, ચાઈનીઝ, સિન્થેટિક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવામાં ઉપયોગ ન કરીએ, ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરતા યોગ્ય સારવાર સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરીએ.

પક્ષીની ત્વરિત સારવાર થાય તે માટે રાજ્ય સરકારના એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર 1962 પર કોલ કરી કે વન વિભાગના હેલ્પલાઈન 8320002000 પર વોટ્સપમાં ઊંફિીક્ષફ લખી વિગતવાર માહિતી મળી શકશે.

- Advertisement -

જિલ્લાના વિવિધ તાલુકાઓ માટે ઉભા કરાયેલ સારવાર કેન્દ્રોના સરનામાં તથા સંપર્ક નંબરો
જામનગર શહેર માટે સાંઈધામ બર્ડ હાઉસ, નવાગામ ઘેડ-7984402500, 7878555548 લાખોટા નેચર કલબ ડી.કે.વી. કોલેજ પાસે 7574840199, 9033550341, કુદરત ગૃપ રેલવે સ્ટેશન પાસે ગાંધીનગર 92288 77911, શિવદયા ટ્રસ્ટ લાલપુર ચોકડી પાસે 9879999567, નિસર્ગ નેચર કલબ ગોકુલ નગર જકાતનાકા પાસે 83208 50371, 82007 97656, 90335 50341 જીવ સેવા ફાઉન્ડેશન સાત રસ્તા સર્કલ 72030 30208, 96387 68498, 99049 49328 પર સંપર્ક થઈ શકશે.

જામનગર તાલુકા માટે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, ગંજીવાડા, નાગનાથ ગેટ પાસે, 79843 60300, 90993 24742, 82007 56118, 87802 16924, 7567 69408, જામનગર અર્બન વાઇલ્ડલાઇફ ઇન્ફર્મરી પ્રાથમિક સારવાર કેન્દ્ર, ઠેબા 79843 60300, પક્ષી અભયારણ્ય ખીજડીયા 94085 78822, 94272 27238 સંપર્ક કરી શકશે.

જોડીયા તાલુકા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી તાલુકા પંચાયતની બાજુમાં 88493 21894, 78599 02725, 72849 36461 સંપર્ક કરી શકાશે.

ધ્રોલ તાલુકા માટે આર.એફ.ઓ. ની કચેરી, નોર્મલ રેન્જ, રાજકોટ જામનગર હાઇવે 99254 39770, 97279 32305, સામાજિક વનીકરણ રેન્જ, જોડીયા રોડ, 92655 57829, 98983 27306 પર સંપર્ક કરી શકાશે.

જામજોધપુર તાલુકા માટે આર.એફ.ઓ. ની કચેરી, નોર્મલ રેન્જ તથા સામાજિક વનીકરણ રેન્જ 9773 234586, 95580 24373, 76981 81511 પર સંપર્ક કરી શકાશે.

લાલપુર તાલુકા માટે આર.એફ.ઓ. ની કચેરી, લાલપુર બસ સ્ટેન્ડ પાછળ 63546 83206, 83477 01477, 92652 90601, 97693 51111 ઉપર સંપર્ક કરી શકાશે.

કાલાવડ તાલુકા માટે આર.એફ.ઓ. ની કચેરી, ગંજીવાડા, નદીના સામે કાંઠે 94295 19492, 90330 77952 ઉપર સંપર્ક કરી શકાશે.

સિક્કા ગામ માટે આર.એફ.ઓ.ની કચેરી, મરીન નેશનલ પાર્ક 9426673060 પર સંપર્ક કરી ધાયલ પક્ષીઓની મદદે આવવા વન વિભાગ દ્વારા અપીલ કરાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular