Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયામાં પાણીની મેઈન લાઈન તૂટતા પાલિકા દ્વારા તાકીદની કાર્યવાહી

ખંભાળિયામાં પાણીની મેઈન લાઈન તૂટતા પાલિકા દ્વારા તાકીદની કાર્યવાહી

- Advertisement -

ખબર-ખંભાળિયા
ખંભાળિયામાં ફૂલવાડી પાસે આવેલા ખડકીના નાકા પાસે ગઈકાલે પાણીની મેઈન લાઈન કોઈ કારણોસર તૂટી જવા પામી હતી. આ અંગેની જાણ નગરપાલિકા તંત્રને કરવામાં આવતા પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન તથા વોટર વર્ક્સ ઈજનેર સાથે સદસ્ય મયુરભાઈ ધોરીયા અને યોગેશભાઈ મોટાણી, જીગ્નેશભાઈ પરમાર, રાણાભાઈ ગઢવી વિગેરે તાકીદે આ સ્થળે દોડી ગયા હતા. અહીં પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી તથા વોટર વર્ક્સ ઇજનેર એન.આર. નંદાણીયા દ્વારા સ્થળ નિરીક્ષણ કરી અને વોટર વર્ક્સ ટીમને જરૂરી સૂચનાઓ આપવામાં આવતા સ્ટાફ દ્વારા પાણીની આ મેઈન લાઈન તાકીદે રીપેર કરવામાં આવી હતી અને આ વિસ્તારમાં પાણીનો પુરવઠો પૂર્વવત કરવામાં સફળતા મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular