Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના આહિર સમાજમાં મકર સંક્રાંતિના દિવસે 13માં સમૂહ ભોજનનું આયોજન

જામનગરના આહિર સમાજમાં મકર સંક્રાંતિના દિવસે 13માં સમૂહ ભોજનનું આયોજન

- Advertisement -

જામનગર આહીર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિના દિવસે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આહીર યુવાગ્રુપ આયોજિત આ સમૂહભોજન દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ અને દાંડિયા રાસનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગર આહીર સમાજ અને આહીર યુવા ગ્રુપ દ્વારા આગામી તા.14 રવિવારના રોજ જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 12 વર્ષથી દરવર્ષે ઉતરાયણના દિવસે કરવામાં આવતા સમૂહ ભોજનના આયોજનને આ વર્ષે પણ સમયસર યોજવા માટે શહેરના દરેક આહીર સમાજમાં મીટીંગોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

સમાજમાં એકતા વધે, ભાઈચારો વધુ મજબુત થાય એ માટે દર વર્ષે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવતું હોય છે. સતત તેરમાં વર્ષે આ જ પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ આયોજન કરાયું છે.

- Advertisement -

સત્યમ કોલોની આહીર સમાજ અને શ્રીજી હોલ વચ્ચે આવેલ મહાનગરપાલિકાના ગ્રાઉન્ડમાં યોજાનારા આ કાર્યક્રમમાં સમાજના રાજકીય, શૈક્ષણિક, સામાજિક સ્તરે ઉભરેલા આગેવાનો હાજર રહેશે. આ મહાપ્રસાદીની રૂપરેખા જોઈએ તો બપોરે બે વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જેમાં સમાજના તમામ યુવાનો સહિતના રક્ત દાતાઓને જોડાઈ સમાજ સેવાના કાર્યમાં ભાગ લેવા આહ્વવાન કરવામાં આવ્યું છે. જયારે સાંજે પાંચ વાગ્યાથી સમૂહ ભોજનની શરૂઆત કરી દેવામાં આવશે. જે રાત્રે આઠ વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ રાત્રે સાડા આઠ વાગ્યાથી દાંડિયા રાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આહીર સમાજના અબાલવૃદ્ધ તમામે સમૂહભોજન સહિતના કાર્યક્રમમાં સહભાગી બનવા આહીર યુવા ગ્રુપના પ્રમુખ મહેશભાઈ નંદાણીયાની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular