Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના એરપોર્ટ પાસે હેવી વીજલાઈનમાં શોકથી શ્રમિકનું મોત - VIDEO

જામનગરના એરપોર્ટ પાસે હેવી વીજલાઈનમાં શોકથી શ્રમિકનું મોત – VIDEO

અન્ય ત્રણ વ્યક્તિ ઘવાયા: પોલીસ, ફાયર અને પીજીવીસીએલનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો : ઘવાયેલા ત્રણ વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડાયા : મૃતકની ઓળખ મેળવવા તજવીજ

- Advertisement -

જામનગર શહેર નજીક આવેલા એરપોર્ટના ગેઈટ પાસે બનેલી દુર્ઘટનામાં ઇલેકટ્રીક શોક લાગતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હતાં. દાઝી ગયેલાની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં બનાવની જાણ થતા ફાયર, પોલીસ તથા પીજીવીસીએલનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગરથી આશરે 10 કિ.મી. દૂર આવેલા એરપોર્ટના ગેઈટ નજીક આજે સવારે કલરકામ કરવામાં આવી રહ્યું હતું. આ કામગીરી દરમિયાન હેવી વીજલાઈનમાંથી વીજશોક લાગતા એક શ્રમિક ઘટનાસ્થળેજ સળગીને ભડથુ થઇ જવાથી મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ દાઝી ગયા હતાં અકસ્માતની જાણ થતા જામનગર ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ કાફલો તથા પીજીવીસીએલનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. અકસ્માતમાં ઘવાયેલા અને મોત નિપજનાર એરપોર્ટના કર્મચારી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે જો કે મૃતકની ઓળખ થયા બાદ જ સાચી વિગતો બહાર આવી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular