Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરજામનગરના એનઆરઆઈ વૃધ્ધા સાથે બે ભત્રીજાઓ દ્વારા કરોડોની છેતરપિંડી - VIDEO

જામનગરના એનઆરઆઈ વૃધ્ધા સાથે બે ભત્રીજાઓ દ્વારા કરોડોની છેતરપિંડી – VIDEO

- Advertisement -

જામનગર શહેરના દિગ્વીજય પ્લોટમાં રહેતાં અને હાલ લંડન સ્થિત વૃધ્ધા સાથે તેમના જ બે ભત્રીજાઓએ દોઢ માસ દરમિયાન આઈડીએફસી અને એકસીસ બેંકના જોઇન્ટ એકાઉન્ટમાંથી વૃધ્ધાની બોગસ સહી કરી 5.71 કરોડની ઉચાપાત કરી આ રકમ કેનેડાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

કરોડની છેતરપિંડીના બનાવની વિગત મુજબ, મૂળ જામનગરના દિગ્વીજય પ્લોટ 49 માં રહેતાં અને હાલ યુનાઈટેડ કિંગ્ડમમાં સ્થાયી થયેલા દિવ્યાબેન વિપુલભાઈ વોરા (ઉ.વ.67) નામના વૃધ્ધાને તેના જ બે ભત્રીજાઓ કૃણાલ વિનોદરાય શાહ, કેયુર વિનોદરાય શાહ નામના બંને ભાઈઓએ વૃધ્ધાને વિશ્ર્વાસમાં લઇ જામનગરની એકસીસ બેંક અને આઈડીએફસી બેંકમાં જોઇન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેમજ એનઆરઆઈ ફૈબાના બેંક ખાતાનું તમામ સાહિત્ય બંને ભત્રીજાઓને સાચવવા આપ્યું હતું. તેમજ હિસાબ ભત્રીજાઓએ રાખવાની સમજૂતી થઈ હતી. દરમિયાન વર્ષ 2018 ના એપ્રિલ થી જૂન સુધીનાં સમય દરમિયાન કેયુરે દિવ્યાબેનના આઈડીએફસી બેંકના જોઇન્ટ એકાઉન્ટ 10084863147 માંથી રૂા.1,70,99,955 તથા એકસીસ બેંકના એકાઉન્ટ નંબર 917010027539958 નંબરના ખાતામાં ખોટુ રીટેલ આઉટવર્ક રેમીટેન્શ ફોર્મ ભરી વૃધ્ધાની બોગસ સહી કરી રૂા.2,00,06,020.08 તથા જૂન મહિનામાં રૂા.1,99,96,371.55 મળી કુલ રૂા.5,71,02,346 જેટલી માતબર રકમ કૃણાલ શાહના કેનેડાના એકાઉન્ટ નંબર 6834994 નંબરમાં ટ્રાન્સફર કરાવી નાખ્યા હતાં.

- Advertisement -

વૃધ્ધાના બે જોઇન્ટ એકાઉન્ટમાંથી ભત્રીજાઓ દ્વારા ખોટી સહી કરી ફોર્મમાં ઉપયોગ કરી ખાતામાંથી 5.71 કરોડની રકમની ઉચાપાત કરી હતી. આ અંગેની જાણ થતા દિવ્યાબેન બંને ભત્રીજાઓ વિરૂધ્ધ સીટી એ ડીવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફે કૃણાલ અને કેયુર વિનોદરાય શાહ વિરૂધ્ધ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular