Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરની જેલ પાસેના વિસ્તારમાં યુવાન ઉપર સશસ્ત્ર હુમલો

જામનગરની જેલ પાસેના વિસ્તારમાં યુવાન ઉપર સશસ્ત્ર હુમલો

ગત રાત્રિના જૂની અદાવતનો ખાર રાખી છ જેટલા શખ્સો તૂટી પડયા : છરી-તલવાર-પાઈપ વડે હુમલો : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં જિલ્લા જેલ નજીક ગત રાત્રિના સમયે યુવાન ઉપર જૂની અદાવતનો ખાર રાખી અડધો ડઝન જેટલા શખ્સોને છરી, તલવાર અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં જિલ્લા જેલ પાસેના વિસ્તારમાં રહેતાં હુશેન ઈબ્રાહિમ ખફી (ઉ.વ.34) નામનો યુવાન તેના ઘર પાસેના વિસ્તારમાં હતો તે દરમિયાન ગતરાત્રિના છ થી સાત જેટલા અજાણ્યા શખ્સોએ સશસ્ત્ર આવી જુની અદાવતનો ખાર રાખી હુશેન ઉપર છરી, તલવાર, અને લોખંડના પાઈપ વડે આડેધડ ઘા ઝીંકી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને લોહી લુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે ભોગ બનનારનું નિવેદન લેવા અને ગુનો નોંધવા તજવીજ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular