Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવેપારીના અભદ્ર વાણી-વિલાસના વિરોધમાં લોહાણા સમાજ દ્વારા આવેદનપત્ર - VIDEO

વેપારીના અભદ્ર વાણી-વિલાસના વિરોધમાં લોહાણા સમાજ દ્વારા આવેદનપત્ર – VIDEO

- Advertisement -

પોરબંદરના વેપારી સાથેના નાણાંકિય વ્યવહાર મામલે જામનગરના એક વેપારીએ સમસ્ત રઘુવંશી સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવા કરેલા વાણી વિલાસના તિવ્ર પડઘા પડયા છે અને આ મામલે વિરોધ દર્શાવવા અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે આજે કલેકટરને જામનગર લોહાણા મહાજન તથા સમસ્ત હાલાર લોહાણા સમાજ દ્વારા મોટી સંખ્યામાં રઘુવંશીઓએ આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

- Advertisement -

આ સમગ્ર ઘટનાની વિગતો જે બહાર આવી છે તે મુજબ, જામનગરના રાજલક્ષ્મી બેકરીવાળા મનોજભાઇ (મનુભાઇ) ખેતવાણીએ તા.17 ડીસેમ્બરના રોજ પોરબંદરના બેકરી ચલાવતા વેપારી સાથે ટેલીફોનીક વાતચીત દરમીયાન નાણાંની લેવડ દેવડના પ્રશ્ર્ને સમસ્ત લોહાણા સમાજ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અપશબ્દો કહ્યા હતાં. આ વાતચીતનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં સમગ્ર સૌરાષ્ટના રઘુવંશી સમાજમાં રોષ મિશ્રિત ઘેરા પડઘા પડયા છે.

- Advertisement -

જામનગર લોહાણા મહાજન તેમજ સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલે આ અંગેના એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ ઘટના ઓડીયો કિલપ સ્વરૂપે જાહેરમાં આવીએ સમયે હું મારા પરિવારના શોકમય પ્રસંગના કારણે બહારગામ હતો અને શોકમય પ્રસંગની વિધીઓમાં વ્યસ્ત હતો જેથી આ મામલે ત્વરિત કંઇ કાર્યવાહી કરી શકાઇ નથી. આજે હું જામનગર આવી ગયો છું અને સમગ્ર મામલાની વિગતો મેળવતાં જાણ્યું છે કે, પોરબંદરના બેકરી સંચાલક રઘુવંશી વેપારીએ આ મામલા અંગે પોરબંદર પોલીસને લેખિત ફરિયાદ અરજી આપેલી છે.

જામનગર શહેર અને સમગ્ર હાલાર પંથકમાં પણ રઘુવંશી સમાજમાં ઘેરા પડઘા પડયા છે અને રોષ પ્રસર્યો છે. સમાજની આ લાગણી સમજીને જ્ઞાતિના આગેવાનો સાથે ટેલીફોનીક ચર્ચાઓ કરવામાં આવી છે. જેના પગલે જામનગર લોહાણા મહાજનના તથા સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, જામનગર લોહાણા મહાજનના ઉપપ્રમુખ કિરણભાઇ માધવાણી, મંત્રી રમેશભાઇ દત્તાણી, ખજાનચી અરવિંદભાઇ પાબારી, ઓડિટર હરેશભાઇ રાયઠઠ્ઠા, કારોબારી સભ્યો પ્રવિણભાઇ ચોટાઇ, ભરતભાઇ ગોંદિયા, ભરતભાઇ મોદી, જવાહરભાઇ કેશરીયા, ગિરીશભાઇ ગણાત્રા, મનોજભાઇ અમલાણી, ભરતભાઇ કાનાબાર, રાજુભાઇ કોટેચા, રાજુભાઇ હિંડોચા, નિલેશભાઇ ઠકરાર, અતુલભાઇ પોપટ, અનિલભાઇ ગોકાણી, રાજુભાઇ કંટારીયા, મનિષભાઇ તન્ના, લલીતભાઇ પોપટ, કિરીટભાઇ દત્તાણી, રમેશભાઇ કોટેચા, ગિરધરલાલ મોરઝરીયા, સમસ્ત હાલાર લોહાણા સમાજના ઉપપ્રમુખ ભરતભાઇ મોદી, અરવિંદભાઇ પાબારી, મોહનભાઇ બારાઇ, તુલસીદાસભાઇ ભાયાણી, મૌલિકભાઇ નથવાણી, મહામંત્રી રમેશભાઇ દત્તાણી, મંત્રી ભાવીનભાઇ અનડકટ, પ્રફુલ્લભાઇ ભગત, સહમંત્રી ભરતભાઇ ઠકરાર, દિપકભાઇ રૂપારેલ, અશોકભાઇ વર્મા, સંગઠનમંત્રી ગિરીશભાઇ ગણાત્રા, પ્રચાર-પ્રસાર મંત્રી પાર્થભાઇ સુખપરીયા, ખજાનચી નિર્મલભાઇ સામાણી, ઓડિટર બાબુભાઇ બદીયાણી, લોહાણા સમાજ અગ્રણી દિનેશભાઇ મારફતીયા સહિતના અગ્રણીઓ, હોદ્ેદારો તેમજ જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular