Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ફલેટમાં મહિલા સંચાલિત જૂગાર સ્થળે પોલીસનો દરોડો

જામનગરમાં ફલેટમાં મહિલા સંચાલિત જૂગાર સ્થળે પોલીસનો દરોડો

છ મહિલાઓને રૂા.2.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપી : નાઘુનામાંથી તીનપતિ રમતા ચાર શખ્સો ઝબ્બે : બે ખેલંદાઓ નાશી ગયા

- Advertisement -

જામનગર શહેરના હરિયા સ્કુલ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં મહિલાા સંચાલિત જૂગાર સ્થળે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન છ મહિલાઓને રૂા.2,24,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધર હતી. જામનગર તાલુકાના નાઘુના ગામના ગેઈટની બાજુમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.23,400 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં હરિયા સ્કૂલની બાજુમાં આવેલા શુભ આવાસ એપાર્ટમેન્ટના ફલેટ નંબર 202 માં રહેતાં સોની મહિલા દ્વારા બહારથી અન્ય મહિલાઓને બોલાવી તીનપતિનો જૂગાર રમાડતા હોવાની હેકો યશપાલસિંહ જાડેજા, પો.કો. યુવરાજસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાની સૂચનાથી મુજબ પ્રો. ડીવાયએસપી નયના ગોરડિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.આર. ચૌધરી અને પીએસઆઈ વી.એ. પરમાર, હેકો ફૈઝલ ચાવડા, મહેન્દ્રસિંહ ચુડાસમા, ખીમશીભાઈ ડાંગર, યશપાલસિંહ જાડેજા, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા, વનરાજ ખવડ, મહાવીરસિંહ જાડેજા, પ્રવિણ પરમાર, ઉપાસનાબેન વારા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન સંચાલક સોની મહિલા સહિત છ મહિલાઓને ઝડપી લઇ તેમની પાસે રૂા.1,09,200 ની રોકડ રકમ અને રૂા.25,000 ની કિંમતની એક બાઈક તેમજ 90 હજારની કિંમતના 6 નંગ મોબાઇલ મળી કુલ રૂા.2,24,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર તાલુકાના નાઘુના ગામના ગેઈટની બાજુમાં આવેલા વાડી વિસ્તારમાં રાત્રિના સમયે તીનપતિનો જૂગાર રમાતા સ્થળે પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ભગવાનજી મુળજી સુમરીયા, સંજયસિંહ હઠીસિંહ ભટ્ટી, ભરત સોમચંદ શાહ નામના ચાર શખ્સોને રૂા.23,400 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. રેઈડ પૂર્વે વલ્લભ અકબરી અને રાજુ નામના બે શખ્સો નાશી ગયા હોય જેથી પોલીસે છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular