Tuesday, December 24, 2024
Homeવિડિઓદ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ સામે કડક કામગીરી -...

દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ સામે કડક કામગીરી – VIDEO

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આગામી 31 ડિસેમ્બરને અનુલક્ષીને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં સ્થાનિક પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.

- Advertisement -

ખંભાળિયા વિસ્તારના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ ટ્રાફિક પી.એસ.આઈ. એન.ડી. કલોતરા તથા સ્ટાફ દ્વારા ગઈકાલે દ્વારકા વિસ્તારમાં સધન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ખાસ કરીને કેફી પીણું પીધેલા વાહન ચાલકોને ઝડપી લેવામાં આવ્યા હતા. આટલું જ નહીં, વિવિધ રીતે ટ્રાફિક નિયમનનો ભંગ કરતા 39 ઇસમો સામે દંડનીય કાર્યવાહી કરી કુલ રૂપિયા 19,500 નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફાયરિંગ સાયલેન્સર તેમજ હેડલાઈટમાં એલઈડી પ્રોજેક્ટર ફીટ કરેલા વાહનો પણ ડીટેઈન કરવામાં આવ્યા છે.

- Advertisement -

જાહેર માર્ગો પર ફાયરિંગ સાયલેન્સર તથા એલઈડી પ્રોજેક્ટ ફીટ કરવા સામે તેમજ જાહેરમાં રેસિંગ કરતા વાહન ચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular