જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં મોટી સંખ્યામાં જોવા મળેલ ગ્રેલગ ગીઝ પક્ષી વધુ સંખ્યામાં જોવા મળતાં જામસાહેબ દ્વારા આ આશ્ર્ચર્યજનક ઘટના નકકી કરવા માટે વૈજ્ઞાનિક સંશોધન કરવું જોઇએ તેમ એક નિવેદનમાં જણાવ્યું છે.
જામસાહેબએ જણાવ્યું છે કે, ગ્રેલગ ગીઝ પક્ષી જામનગર જિલ્લામાં સ્થળાંતર કરવા માટે જાણીતા નથી. આ વિસ્તારમાં ભાગ્યે જ 4 થી પક્ષીઓ જોવા મળે છે. જો કે, હવે ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં હજારોની સંખ્યામાં ગ્રેલગ ગીઝ પક્ષી શિયાળામાં સાક્ષી બનતા જોઇ શકીએ છીએ. આટલી મોટી સંખ્યામાં અચાનક આ અભૂતપૂર્વ પક્ષી જોવા મળવા એ આશ્ર્ચર્ય છે. તે તેમના સામાન્ય શિયાળામાં મેદાનમાં કોઇ કૃત્રિમ હસ્તક્ષેપ અથવા ખલેલના કારણે જોવા મળી શકે છે. અથવા તો આબોહવા પરિવર્તનને કારણે કે પછી તેમને શિયાળાના મેદાનોમાં મુખ્ય ખોરાકથી વંચિત હોવાને કારણે જોવા મળી શકે છે. તેવું બની શકે આથી આ આશ્ર્ચર્યજનક ઘટના વિશે જાણવા કોઇએ વૈજ્ઞાનિક સંશોધન કરવું જોઇએ. તેમ મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ એક અભિપ્રાયમાં જણાવ્યું છે.