Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરભૂગર્ભ ગટરના કામોની નબળી ગુણવત્તા અંગે કમિશનરને રજૂઆત

ભૂગર્ભ ગટરના કામોની નબળી ગુણવત્તા અંગે કમિશનરને રજૂઆત

- Advertisement -

જામનગરમાં ચાલતાં ભૂગર્ભ ગટર પ્રોજેકટ હેઠળના કામો નબળી ગુણવત્તાના હોય, આ અંગે પૂર્વ ડે.મેયર દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે અને આ અંગે જવાબદાર અધિકારીઓ, એજન્સીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવા પણ માગણી કરવામાં આવી છે.

- Advertisement -

પૂર્વ ડેપ્યુટી મેયર ગોવિંદભાઇ રાઠોડ દ્વારા કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકાના ભૂગર્ભ ગટર પ્રોજેકટ હેઠળ ચાલતાં કામોમાં કોઇપણ શરતો, નિયમો કે કરારોનું પાલન કરવામાં આવતું નથી. જે લાઇનોમાં પાઇપ નાખવામાં આવે છે તે પાઇપોનું થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરવામાં આવ્યું નથી. કેટલાંક પાઇપોની ગુણવત્તા નબળી અને હલકી છે. ભૂગર્ભ ગટરના મેઇન હોલ ઉપર ઢાકણા મૂકવાની જે લાઇનદોરી નક્કી કરવામાં આવી છે તે પ્રમાણે મેઇન હોલ ચેમ્બરના ઢાકણા મૂકવામાં આવતા નથી. મેઇન પાઇપલાઇનમાં સિમેન્ટ, કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવતો નથી. પ્રોજેકટના કામોમાં રેતી-કપચીનો વધુ ઉપયોગ થઇ રહ્યો છે.

ઉચ્ચ કેન્દ્રીય ટેકનિકલ સ્ટાફ સાથે ભૂગર્ભ ગટર પ્રોજેકટના કામોનું ચેકિંગ કરવા તથા વિજિલન્સ કમિશનર મારફત ભૂગર્ભ ગટરના ચાલતા પ્રોજેકટના કામોની તપાસ કરી નબળી ગુણવત્તાના કામો કરાવનાર અધિકારીઓ એજન્સીઓ વિરુધ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા માગણી કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular