જામનગરની એચ.જે. દોશી ઇન્ફોટેક ઇન્સ્ટીટયૂટના ત્રણ વિદ્યાર્થીઓ આંતર યુનિવર્સિટી સ્પર્ધાની ટીમમાં પસંદગી પામ્યા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિીધત્વ કરશે.
ભવન્સ એચ.જે. દોશી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્સ્ટીટયૂટમાં અભ્યાસ કરતાં માકડીયા પાર્થની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ઓલ ઇન્ડિયા (સાઉથ ઝોન) આંતર યુનિ. સ્પર્ધાની ટીમમાં પસંદગી થઇ છે. જે તા. 21થી 23 ડિસેમ્બર દરમિયાન આઇઇએસ યુનિવર્સિટી ભોપાલ-મધ્યપ્રદેશ ખાતે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે અને સૌરાષ્ટ્ર યુનિ.નું પ્રતિનિધિત્વ કરશે આ ઉપરાંત કોલેજના ઓમ માણેક અને ચિરાગ દાવડા સૌરાષ્ટ્ર યુનિ.ની બેડ મિન્ટન ટુર્નામેન્ટમાં ઓલ ઇન્ડિયા (સાઉથ ઝોન) આંતર યુનિ. સ્પર્ધાની ટીમમાં પસંદગી પામ્યા છે. જે આગામી તા. 25થી 29 ડિસેમ્બર દરમિયાન દેવી આહિલિયા યુનિ. ઇન્દોર-મધ્યપ્રદેશ ખાતે બેડ મિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેશે અને સૌરાષ્ટ્ર યુનિ.નું પ્રતિનિધિત્વ કરશે.
આ ત્રણેય વિદ્યાર્થીઓને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હસિત ચંદારાણા શારીરિક વ્યાખ્યાતા અને કોચ ડો. તૌસિફખાન પઠાણ, સમગ્ર મેનેજમેન્ટના સભ્યો તથા સ્ટાફ દ્વારા શુભકામના પાઠવી હતી.