ખંભાળિયાના ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં વિદ્યાર્થીઓને સંસ્કાર આપતા પ્રાચીન શિક્ષણ અને ભાગવત ગીતાના જ્ઞાનને પ્રાધાન્ય આપતી શાળાની ખાસ મુલાકાત અહીં જિલ્લા ભાજપ પ્રમુખે લીધી હતી.
અત્રે આહિર સિંહણ તરફ જતા માર્ગે આવેલી ધી પ્રેસિડેન્ટ સ્કુલ ખાતે આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી. આ શાળાની શિક્ષણ પદ્ધતિ તેમજ બાળકોમાં સંસ્કારના સિંચનના અભિગમ સહિતની બાબતે મયુરભાઈ ગઢવીએ શાળાના મુખ્ય સંચાલક માહીભાઈ સતવારા સાથે ચર્ચા વિચારણાઓ કરી હતી. સાથે સાથે બાળકોને વેદ, ઉપનિષદ, ભાગવત ગીતા વિગેરે વિષયો પર શાળા દ્વારા આપવામાં આવતા શિક્ષણ અંગે શાળાના આચાર્ય શ્રી ચંદુભાઈ પાસેથી માહિતગાર થયા હતા.
જિલ્લા પ્રમુખની આ મુલાકાતમાં આ શાળાની શિક્ષણ પદ્ધતિની સરાહના કરી તેમણે આગામી સમયમાં જરૂરી સાથ સહકાર આપવાની ખાતરી પણ તેમણે ઉચ્ચારી હતી.