Friday, January 10, 2025
Homeરાજ્યહાલારખંભાળિયાના વાડી વિસ્તારમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

ખંભાળિયાના વાડી વિસ્તારમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

દ્વારકામાં નોટ નંબર ઉપર જુગાર રમતા બે ઝડપાયા

- Advertisement -

ખંભાળિયાથી આશરે 19 કિલોમીટર દૂર ટિંબડી ગામની વાછરા વાડી વિસ્તારમાં રહેતા સજુભા જસુભા જાડેજાની વાડીના આથમણા શેઢે જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા સજુભા જશુભા જાડેજા, અફઝલ હુસેન ગાધ, ઉમર અલી ભગાડ, કાસમ મામદ ગંઢાર, હાસમ ઇસ્માઈલ ભાયા, અયુબ અબ્દુલ ગજ્જણ અને મુસ્તાક તાલબ ભગાડ નામના સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

- Advertisement -

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા. 26,200 રોકડા તથા રૂપિયા 90 હજારની કિંમતના ત્રણ મોટા સાયકલ મળી કુલ રૂા. 1,26,200 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. દ્વારકાના આવળપરા વિસ્તારમાંથી પોલીસે ચલણી નોટોના નંબર ઉપર જુગાર રમી રહેલા રાજુ ખેતા ચાનપા અને ડુંગરભા નંઢાભા ભઠડ નામના બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular