Monday, January 6, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક સરકારી જમીન પર ઈંટોના ભઠ્ઠા બનાવીને અનઅધિકૃત દબાણ

ખંભાળિયા નજીક સરકારી જમીન પર ઈંટોના ભઠ્ઠા બનાવીને અનઅધિકૃત દબાણ

મામલતદારે લેન્ડ ગ્રેબીંગ હેઠળ મોવાણના શખ્સ સામે નોંધાવી ફરિયાદ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામે એક શખ્સ દ્વારા સરકારી જમીન પર ઈંટોના ભઠ્ઠા તેમજ એક મંદિર બનાવીને અનઅધિકૃત રીતે દબાણ કરતાં અહીંના મામલતદારએ મોવાણ ગામના શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા દેવશી રણમલભાઈ મકવાણા નામના શખ્સ દ્વારા નજીકના પીપળીયા ગામના રેવન્યુ સર્વે નંબર 81 (જૂના 109) ની 3-30-69 ક્ષેત્રફળ ધરાવતી સરકારી ખરાબાની જમીન પર આશરે ચાર વીઘા જેટલું અનધિકૃત રીતે દબાણ કરી લીધું હતું.

આ જમીન પર ઉપરોક્ત શખ્સ દ્વારા ઈંટોના ભઠ્ઠા બનાવીને આ અંગેનો કોલસી, માટી, જેવો સરસામાન રાખી દીધો હતો. આટલું જ નહીં, આ શખ્સ દ્વારા અહીં એક મંદિર બનાવી, અને સાથે સાથે કાચી ઓરડી પણ કરી લીધી હતી. આમ, સરકારી જંત્રી મુજબ આશરે રૂપિયા 2.60 લાખની કિંમતની આ જમીન પર અનધિકૃત રીતે દબાણ કરી અને પચાવી પાડવા સબબ અહીંના મામલતદાર વિક્રમભાઈ રામાભાઈ વરુ દ્વારા ઉપરોક્ત શખ્સ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે અહીંના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ દ્વારા તપાસ હાથ ધરીને આરોપી શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular