જામનગર શહેરના ગ્રીનસિટી વિસ્તારમાંથી 132 વિદેશી દારૂની બોટલ તથા 71 નંગ દારૂના ચપટા સાથે સીટી એ પોલીસે એક મહિલાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગ્રીન સિટી શેરી નં.1 રાજ મેડીકલ ઉપર ગ્રીન સીટી પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા વિદેશી દારૂના વેંચાણનો ધંધો કરતા હોય અને હાલમાં સ્વીફટ મોટરકારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની સર્વેલન્સ સ્કવોર્ડના પો.કો. વિક્રમસિંહ જાડેજા તથા હેકો રવિરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી એ ના પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન પુનિતાબેન જયેશભાઇ કનખરા નામના મહિલાને રૂા.66 હજારની કિંમતની 132 નંગ દારૂની બોટલ, રૂા.7100 ની કિંમતના 71 નંગ દારૂના ચપટા તથા બે લાખની કિંમતની જીજે-13-એન-2889 નંબરની સ્વીફટ મોટરકાર સહિત કુલ રૂા.2,73,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ દારૂ સપ્લાયર મયુર મગન મોદીની શોધખોળ હાથ ધરી હતી.