જામનગર શહેરમાં ટાઉનહોલ પાસે ફ્રૂટની રેંકડીઓ ટ્રાફિકને અડચણરુપ ખડકાયેલી હોય છે. તેને પરિણામે અવાર-નવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે. હાલમાં શિયાળાનો સમય હોય, ગરમ વસ્ત્રોની રેંકડીઓ પણ ખડકાઇ ગઇ હોય છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ટાઉનહોલ પાસેથી ટ્રાફીકને અડચણરુપ રેંકડીઓ જપ્ત કરવામાં આવી હતી.