ભાણવડથી આશરે 13 કિલોમીટર દૂર ઢેબર ગામના નવાપરા વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા આમદ બાવાભાઈ હિંગોરા (ઉ.વ. 40) અયુબ ઉર્ફે અબ્બાસ મુસા હિંગોરા (ઉ.વ. 42) અને બે મહિલા સહિત ચાર શખ્સોને તીનપત્તી નામનો જુગાર રમતા ઝડપી લઇ કુલ રૂપિયા 10,110 નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.