Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પોલીસ વર્તણુક વિરુદ્ધ ક્યાં કરશો ફરિયાદ..??

જામનગર શહેરમાં પોલીસ વર્તણુક વિરુદ્ધ ક્યાં કરશો ફરિયાદ..??

લાંચની માંગણી કરે તો હેલ્પલાઈન નંબર તેમજ ટીઆરબી જવાનની કામગીરી અને ફરજ અંગેની માર્ગદર્શિકા તથા યુનિફોર્મની ઓળખના પોસ્ટર પણ જાહેર કરાયા

- Advertisement -

જામનગર શહેરના નાગરિકોને પોલીસ વર્તણુક વિરુદ્ધમાં ફરિયાદ કરવી હોય તો તેના માટેના ૧૦૦ અને ૧૧૨ નંબર સાથેના પોલીસની મદદ મેળવવા માટેના બેનર- પોસ્ટર જારી કરાયા છે, અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઈ પણ પોલીસ કર્મચારી કે ટી આર બી ના જવાન દ્વારા નાગરિકો પાસે લાંચ ની માંગણી કરવામાં આવે તો એસીબીના ૧૦૬૪ હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.

- Advertisement -

જામનગર શહેરના નાગરિકોને કોઈ પોલીસ દ્વારા કનડગત થતી હોય અથવા તો પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવાની હોય તો તેના માટેના વહીવટી તંત્ર દ્વારા વિશેષ નંબર જાહેર કરવામાં આવ્યા છે, અને ૧૦૦ અથવા તો ૧૧૨ નંબર ડાયલ કરીને પોલીસ કર્મચારી વિરુદ્ધ કોઈ પણ નાગરિક ફરિયાદ નોંધાવી શકે છે, જેની જાણકારી આપવા અને લોકોને જાગૃત કરવા માટે જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં બેનર લગાવવામાં આવ્યા છે. તેમજ જાહેર સ્થળ ઉપર  સ્ટીકર પણ ચોટાડવામાં આવ્યા છે.

જામનગર શહેરના કોઈપણ પોલીસ કર્મચારીઓ અથવા તો ટ્રાફિક બ્રિગેડના જવાનો કોઈ નાગરિકો પાસે લાંચ ની માંગણી કરે, તો તેઓએ તુરત જ એસીબી ની હેલ્પલાઇન ના નંબર ૧૦૬૪ ડાયલ કરીને તે અંગેની ફરિયાદ કરવા માટેના પણ નંબર જાહેર કરાયા છે, અને તેના પણ બેનર પોસ્ટર લગાવાયા છે. પોલીસ વિરુદ્ધની કોઈપણ કમ્પ્લેઇન બાબતે લોકોને જાગૃત કરવા માટેની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ટ્રાફિકની ફરજ બજાવતા ટી.આર.બી. જવાનોએ શું કામગીરી કરવાની રહે છે, તે અંગેની પણ લોકોને જાણકારી મળે તે માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, અને તેના પણ જાહેરમાં પોસ્ટરો લગાવાયા છે. ટીઆરબીના જવાનોને પોલીસની સહાયતામાં રહીને કાર્ય કરવાનું હોય છે.ટીઆરબી જવાનો નું કામ માત્રને માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાનું જ છે, અને યાતાયાત સરળતાથી થઈ શકે એ જોવાનું છે. ટ્રાફિક બ્રિગેડના જવાનોની કામગીરીમાં તેઓ વાહન ચેકિંગ કરીને કે દસ્તાવેજ તપાસીને મેમો ફાડીને દંડ કરી શકતા નથી. ટીઆરબી જવાન ફરજ દરમિયાન બહારના કોઈપણ વ્યક્તિને તેમની સાથે મદદમાં રાખી શકતા નથી, તેમજ જો કોઈ ટીઆરબી જવાનની ગેર વર્તુણુંક જણાય તો શહેરની ટ્રાફિક શાખામાં તેની ફરિયાદ કરવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. જામનગર શહેરની જનતા સજાગ અને જાગૃત બને તેના સંદર્ભમાં ગુજરાત પોલીસ દ્વારા જન હિતમાં આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ, ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ, તેમજ ટીઆરબી ના જવાનો કે જેઓએ વહીવટી તંત્ર દ્વારા કયા પ્રકારનો યુનિફોર્મ પહેરવાનો રહે છે, તેની પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, અને લોકો તેના યુનિફોર્મના આધારે પોલીસ કર્મચારી અને ટીઆરબી ના જવાનોને ઓળખી શકે તે સંદર્ભના પોસ્ટર પણ જાહેરમાં લગાવવામાં આવ્યા છે.

જામનગરના પોલીસ તંત્રમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ, કે જેઓએ ખાખી યુનિફોર્મ પહેરવાનો રહેછે, તેમજ કાળા કલરના બુટ, ખાખી કલરના મોજા, વાદળી કલરની ટોપી, ખાખી કલરની વ્હીસલ ની દોરી અને ખંભા પર જી.પી. લખેલો મોનોગ્રામ લગાવવાનો રહે છે.

જ્યારે શહેરની ટ્રાફિક શાખા માં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારી કે જેમણે ખાખી કલરનું પેન્ટ અને સફેદ કલરનો શર્ટ, ઉપરાંત સફેદ કલરનો બેલ્ટ પહેરવાનો રહે છે. સાથો સાથ ખાખી કલરના મોજા, અને કાળી વ્હીસલ સાથેની દોરી તેમજ ઘેરા વાદળી કલરની ટોપી પહેરવાની રહેછે, અને ખંભાત પર જી.પી. લખેલો મોનોગ્રામ લગાવવાનો રહે છે.

આ ઉપરાંત જામનગરની ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ટીઆરબીના જવાનો, કે જેઓએ વાદળી કલરનું પેન્ટ અને સફેદ શર્ટ, ઉપરાંત કાળો બેલ્ટ, અને વાદળી મોજા, કાળા કટવાળા બુટ, વાદળી કલરની ટોપી, અને ટીઆરબીના મોનોગ્રામ વાળી અંગ્રેજીમાં ટીઆરબી લખેલો લોગો, તેમજ સફેદ હેલ્મેટ પણ ટીઆરબી નો મોનોગ્રામ સાથેની પહેરવાની રહે છે.

ઉપરોક્ત વર્ણન સાથેની માર્ગદર્શિકા જાહેર કરતા બેનર- પોસ્ટર જાહેર જનતા ને જાણકારી માટે લગાવવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular