ગુજરાતમાં જીએસટી નંબર મેળવવા ઇચ્છુક અરજદારના બાયોમેટ્રીકટ આઇડેન્ટીફિકેશન મેળવવા જોગવાઇ કરાઇ છે. જેમાં બાર જિલ્લાઓનો સમાવેશ કરાયો છે. પરંતુ જામનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આથી જામનગરના વેપારી ઉદ્યોગકારોને નવા જીએસટી નંબર મેળવવા જુનાગઢનો ધક્કો ખાવો પડશે. આથી આ અંગે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી જામનગર શહેર જિલ્લાના તમામ તાલુકાઓનો સમાવેશ કરવા માગણી કરવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, બોગસ પેઢીઓ અને બોગસ બિલિંગનો વ્યાપ ઘટાડવા તાજેતરમાં જીએસટી કાઉન્સિલ દ્વારા પ્રાયોગિક સમગ્ર ગુજરાતમાં જીએસટી નંબર મેળવવા ઇચ્છુક અરજદારના બાયોમેટ્રિંક આઈડેન્ટીફિકેશન મેળવવા અમુક જોગવાઈ કરાયેલ છે. આ જોગવાઈ આધારે કે કોઈ વેપારી જીએસટી નંબર માટે અરજી કરે તેઓએ અધિકારી રૂબરૂ પોતાના (અંગૂઠા) ઠંબ ઇમ્પ્રેશન આપવી જરૂરી છે. આ માટે ગુજરાત જીએસટી વિભાગ દ્વારા કુલ 12 સુવિધા કેન્દ્રો ઊભા કરાયેલ છે અને તારીખ 07 ના રોજ કેન્દ્રિય નાણામંત્રીએ વાપી ખાતે એક સમારોહમાં ઉદઘાટન કરી વેપારીઓ -ઉદ્યોગકારોને નવા જીએસટી નંબર મેળવવા અરજી સમયે બાયોમેટ્રિંક સીસ્ટમનો અમલ શરૂ કરાવેલ છે. જેમાં હાલ કુલ 1ર જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલ છે કે જેની સયુક્ત કમિશ્નર સ્તરે સતા આપવામાં આવેલ છે. જેમાં જામનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવેલ નથી અને આથી જામનગર જીલ્લામાં જે કોઈ વ્યક્તિ જીએસટી રજીસ્ટ્રેશન માટે અરજી કરે તેઓએ સંયુક્ત રાજ્ય કર કમિશ્નરની જુનાગઢ રહેલી કચેરી ખાતે ધક્કો ખાવો પડશે અને ખાથી આ બાબત દરેક વેપારીઓ માટે અન્યાયી છે .
જીએસટીનો કાયદો લાવવા પાછળનો સરલીકરણનો સરકારનો ઇરાદો આવી વ્યવસ્થાને કારણે અયૂરો રહશે. આજે આ પધ્ધતિ ચાલુ થઈ ગઈ છે પરંતુ વ્યાપક પ્રચાર – પ્રસાર કરેલ નથી કે આ માટે જીએસટી વિભાગ દ્વારા ચોખવટ નહીં કરવાને કારણે અનેક વેપારીઓ-ઉદ્યોગકારો મુજવણમાં છે. એક તરફ સરકાર વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમો કરી વિશ્ર્વ આખાને ગુજરાત તરફ લાવવા પ્રયત્નશીલ છે. તેવા સમયે વહીવટી તંત્ર દ્રારા જામનગર અને આવા અનેક વિસ્તારોની બાધબાકીથી નવા આવી રહેલા ઉધોગ ને પોતાના ધંધા શરૂ કરવામાં પ્રથમ દ્રષ્ટીએ જ અસુવિધા અનુભવશે.
હાલ જામનગર તથા આજુબાજુના વિસ્તાર માટે સયુક્ત કમિશ્નરની ઓફિસ જુનાગઢ ખાતે કાર્યરત છે. આથી જામનગર શહેર – જિલ્લાના તથા આજુબાજુના વિસ્તાર જેવા કે દેવ ભૂમિ દ્વારકા, ખંભાળિયા તથા તે વિસ્તારના તમામ તાલુકાનાં વેપારીઓ – ઉદ્યોગકારોને નવા જીએસટી નંબરની અરજી સમયે બાયોમેટ્રિક માટે જુનાગઢ જવું પડશે જે ખુબજ ખર્ચાળ સાબિત થશે. તેમજ વેપારીઓ – ઉધોગકારોના સમય ને પણ બરબાદ કરશે. ઓનલાઈન ટેક્ષેશન અને ડિજિટલ ઈન્ડિયાની વ્યાપકતા સામે સવાલ ઉઠાવતો આ મુદ્દો દરેક માટે પ્રશ્રનાર્થ છે.
અગાઉ જામનગર ચેમ્બર દ્વારા જામનગરને સયુક્ત રાજ્ય કમિશ્નરની કચેરી ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ચેમ્બરની રજૂઆત ને અવગણી સયુક્ત કમિશ્નરની કચેરી જામનગર કરતાં નાના સેન્ટર કહેવાય તેવા જુનાગઢને ફાળવવામાં આવી છે. આથી ચેમ્બર દ્વારા જામનગર સહિતના ગુજરાતનાં તમામ શહેર – જિલ્લાના અનેક સ્થળોએ વેપારીઓના બાયોમેટ્રિક આઇડેન્ટીફિકેશન થઈ શકે તેવી રજૂઆત ગુજરાત રાજ્યના ચીફ કમિશ્નર ઓફ સ્ટેટ ટેક્ષિશ સમીરભાઈ વકીલ તથા જામનગરના વેપારીઓની સુવિધામાં વધારો થાય તે હેતુથી જામનગર તથા દેવભૂમિ જિલ્લાના સાંસદ તથા બંને ધારાસભ્યઓને કરવામાં આવેલ છે. જામનગર બ્રાસ સિટી તરીકે વિશ્ર્વનું ખુબજ મોટું અને ખ્યાતિ ધરાવતું શહેર છે. જામનગરમાં બ્રાસના અંદાજે 7000થી વધુ નાના મોટા એકમો આવેલ છે અને એક અંદાજ મુજબ જામનગર વિસ્તારમાં દર મહિને વગભગ 300થી 500 જેટલા વેપારીઓ 651 નંબરો મેળવે છે અને હજી દિન પ્રતિ દિન નવા નવા એકમો સ્થાપતા જાય છે. આવા સંજોગોમાં જો નવો ધંધો ઉદ્યોગ શરૂ કરવા અને જીએસટી નંબર મેળવવા ઇચ્છુક વેપારીઓ-ઉદ્યોગકારોને નવા 061 નંબરની અરજી કરવા સમયે બાયોમેટ્રિક્સ માટે જુનાગઢ જવું પડશે તો કામકાજના અને ધંધાના અનેક ઉત્પાદકીય કલાકોનો વ્યય જશે તેવી દહેશત છે.
આ અંગે જામનગર ચેમ્બર દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી બાયોમેટ્રિકસ માટે જામનગર શહેર જિલ્લા ઉપરાંત તમામ તાલુકા લેવલે સુવિધા ઉપલબ્ધ કરવા માંગણી કરી છે.