ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામની સીમના વાડી વિસ્તારમાં પશુ પાલનનો વ્યવસાય કરતાં પરિવારની પુત્રીને મગફળીના પાથરા ભેગા કરતાં સમયે ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના સીમ વિસ્તારમાં વાલાભાઇ હીરાભાઇ બાંભવા નામના યુવાન ખેડૂત ખેતીની સાથે પશુપાલન પણ કરતા હતા. યુવાનની પુત્રી કવિબેન વાલાભાઇ બાંભવા ઉ.વર્ષ 18 નામની યુવતિ શુક્રવારે સવારના સમયે તેના ખેતરમાં મગફળીના પાથરા ભેગા કરતી હતી તે દરમયાન કોઇ ઝેરી જનાવર કરડી જતાઁ બે શુધ્ધ હાલતમાં યુવતીને પ્રથમ લતીપરના સરકારીના દવાખાને અને ત્યારબાદ ધ્રોલના સરકારી દવાખાના ખસેડવામાં આવતા જયાં ફરજ પરના તબીબોએ યુવતિનું મોત નિપજયાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતાં હે.કો. કે.ડી. કામરીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.