Friday, November 22, 2024
Homeરાષ્ટ્રીયપ્રધાનમંત્રીએ લોન્ચ કરી ‘નમો ભારત’ રેપિડ ટ્રેન

પ્રધાનમંત્રીએ લોન્ચ કરી ‘નમો ભારત’ રેપિડ ટ્રેન

દિલ્હી-મેરઠ વચ્ચે દેશની પહેલી રેપિડ ટ્રેનનું ઉદઘાટન : 180 કિલોમીટરની ઝડપે દોડશે : આધુનિક સુવિધાઓથી સજ્જ છે આ નવી ટ્રેન

- Advertisement -

નવી રિજયોનલ રેપિડ ટ્રાન્ઝીટ સીસ્ટમ (આરઆરટીએસ) રેલગાડીઓ રેપીડ ટ્રેન હવે નમો ભારત નામથી ઓળખવામાં આવશે. વડાપ્રધાન મોદીએ દેશની આ પહેલી રેપીડ ટ્રેનનું ઉદઘાટન કર્યું હતું. આ દિલ્હી,ગાઝીયાબાદ, મેરઠ રૂટનો 17 કિલોમીટર લાંબો પ્રાથમિક ખંડ છે.

- Advertisement -

દિલ્હીથી મેરઠ વચ્ચેના કોરિડોરના પ્રથમ તબક્કામાં આ ટ્રેન સાહિબાબાદ અને દુહાઈ વચ્ચે 17 કિલોમીટરનું અંતર કાપશે. 82 કિલોમીટરના કોરિડોર પર ચાલનાર આ ટ્રેનને આજે શુક્રવારે લીલીઝંડી અપાયા બાદ થોડા જ દિવસોમાં તેમાં સામાન્ય લોકો મુસાફરી કરી શકશે. નમો ભારત ટ્રેન 2025 સુધીમાં દિલ્હીના સરાય કાલે ખાન અને મેરઠના માદીપુરમ સ્ટેશન વચ્ચે પણ દોડે તેવું આયોજન પ્રગતિ હેઠળ છે.

હાલની સ્થિતિએ આ રેપિડ ટ્રેન સાહિબાબાદથી સફર ખેડશે. તે ગાઝિયાબાદ, ગુલધર થઈને 15 થી 17 મિનિટમાં દુહાઈ ડેપો પહોંચશે. આ ટ્રેનની સુવિધા વિષે વાત કરવામાં આવે તો મુંબઈમાં ચાલતી મોનોરેલ, દિલ્હી-એનસીઆર મેટ્રો અને નમો ભારત રેપિડ રેલ સુવિધા અને સલામતીને લઈ ખૂબ અલગતા ધરાવે છે. જેની સ્પીડ એ સૌથી મોટો તફાવત છે.બંને મેટ્રોની સરખામણીએ સ્પીડની બાબતમાં રેપિડ ટ્રેન ખૂબ ચડિયાતી છે. રેપિડ રેલ 180 કિલોમીટર પ્રતિ કલાકે દોડવાની તાકાત ધરાવે છે. એટલે કે વાયુવેગે દોડવાની તાકાત ધરાવે છે.આમ પેસેન્જર માત્ર એક કલાકમાં દિલ્હીથી મેરઠ પહોંચી જશે. દિલ્હી-એનસીઆર મેટ્રો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. જેની સરખામણીએ રેપિડ રેલને 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. રેપિડ રેલના કોચમાં ફ્રી વાઈફાઈ, મોબાઈલ ર્ચાજિંગ પોઈન્ટ, સામાન રાખવાની જગ્યા, ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સહિત ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. વધુમાં મેટ્રોમાં એન્ટ્રી સ્માર્ટ કાર્ડ્સ, ટોક્ધસ, કયૂઆર કોડ સાથેના કાગળ અને એપમાંથી જનરેટ થયેલી ટિકિટથી એન્ટ્રી મળે છે. વધુમાં મોનોરેલની સરખામણીમાં મેટ્રોને પણ અપગ્રેડ અને સુવિધા સફર ગણવામાં આવે છે. તે એક કલાકમાં 40 હજાર મુસાફરોની ક્ષમતા ધરાવે છે. તેને ચલાવવા માટે મોનો કરતાં વધુ જગ્યાની આવશ્યક છે. જેમાં 9 કોચ હોય છે. તે મોનો કરતા વધુ સ્પીડ સેટ કરી શકે છે. આ ટ્રેન દર પાંચથી 15 મિનિટે ઉપલબ્ધ થશે. જરૂરીયાત મુજબ તે દર પાંચ મીનીટે પણ ઉપલબ્ધ થશે.લગભગ 30 હજાર કરોડના ખર્ચે આ રેપીડ એકસ કોરીડોર તૈયાર કરાયો છે. આ તકે વડાપ્રધાન મોદીના હસ્તે રેપીડ એપ પણ લોંચ કરાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular