જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા પટેલ પાર્કમાં રહેતી મહિલાને પ્રસુતિ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ઓક્સિજન ઘટી જતા જ્યાં સરકારી હોસ્પિટલે ખસેડાતા જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા પટેલ પાર્ક શેરી નં.7 મા રહેતા પુજાબેન કૌશિકભાઈ વસોયા (ઉ.વ.33) નામના સગર્ભા મહિલાને શહેરની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું ઓકસીજન ઘટી જતા તબિયત લથડતા વધુ સારવાર માટે શહેરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ કૌશિકભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.ડી. ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી આરંભી હતી.