ફરિયાદી સુધાબેન ભૂપતાણીના પુત્ર ઇલેશભાઇ ભૂપતાણી કે જે રાજકોટમાં એરલડાઇટ ધંધો કરે છે અને એરલડાઇટ કંપનીના રાજકોટ ખાતાના સ્ટોકીસ્ટ છે અને આરોપી પરેશભાઇ પ્રવિણભાઇ દવે એકબીજા સાથે ઘણા વર્ષોથી પરિચયમાં હોય તેમજ આરોપી ફરિયાદીના પુત્રના વ્યવસાય સાથે પણ સંકળાયેલ હોય અને આરોપી હન્ટસમેન એરલડાઇટ કંપનીમાં એએસએમ તરીકે નોકરી કરતા હતા. ફરિયાદી પાસે એરલડાઇટ કંપનીનો આરોપીએ પોતાની રિક્વાયરમેન્ટ મુજબ અલગ અલગ તારીખોએ માલ લીધો હતો અને તે સબબ કુલ ખરીદ કરેલ માલ પેટે રૂા. 19,61,898 તથા રૂા. 18,56,912 એમ કુલ મળી રૂા. 38,18,810નો માલ લીધો હતો. જે પેટે આરોપીએ રૂા. 19,61,898 તથા 18,56,912 આઇસીઆઇસીઆઇ બેંક રાજકોટ લિ.ના બે અલગ અલગ રકમના ચેકો આપ્યા હતાં. ફરિયાદીએ પોતાની બેંકમાં ચેક જમા કરાવતા તે ફંડ ઇન્શફીશીયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો.
ત્યારબાદ ચેકો મુજબની રકમ દિવસ-15માં પરત ચૂકવી આપે તે મુજબની ફરિયાદીએ પોતાના વકીલ મારફત નોટીસો મોકલાવેલ હતી. જે નોટીસોનું આરોપીએ કોઇ જવાબ આપેલ નહીં અને ચેકો મુજબની રકમની માગણી કરવા છતાં ચૂકવેલ નહી. જેથી ફરિયાદીએ રાજકોટની અદાલતમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ તળે બે અલગ અલગ રકમોની ફોજદારી ફરિયાદો દાખલ કરી હતી અને તે કેસ રાજકોટના 17માં એડી. ચીફ જ્યુડી. મેજી.ની કોર્ટમાં નીતલ એમ. ધ્રુવની તમામ દલીલો ધ્યાને રાખી બન્ને ફરિયાદોમાં આરોપી પરેશભાઇ પ્રવિણભાઇ દવેને ક્રિમીનલ પ્રોસિઝર કોડની કલમ 255(2) અન્વયે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138ના ગુના સબબ તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા કરવામાં આવી છે. આરોપીએ ક્રિમીનલ પ્રોસિઝર કોડની કલમ 357 (3) અન્વયે ફરિયાદવાળા બન્ને ચેકોની રકમ આરોપીએ ફરિયાદીને વળતર પેટે 38,18,810 એક માસની અંદર ચૂકવી આપવા તથા જો આરોપી સદર વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે. ફરિયાદી તરફે યુવાન ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, રાજકે કે. ધ્રુવ, ડેનિશા એન. ધ્રુવ, પૂજા એમ. ધ્રુવ, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી, અલ્ફાઝ એ. મુન્દ્રા, અશ્ર્વિન એ. સોનગરા રોકાયેલ હતાં.