જામનગર મહાનગર પાલિકા દ્વારા રાષ્ટ્રીય પોષણ માહ ઉજવણી તથા પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા દિવસ નિમિતે મહાનગરપાલિકાની કુલ 309 આંગણવાડીઓમાં કિશોરીઓ દ્વારા મિલેટ્સ,પૂર્ણા શક્તિમાંથી પોષણ યુક્ત વાનગી નિદર્શન ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.
મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત જામનગર મહાનગર પાલિકામાં આઈ. સી. ડી. એસ. શાખા માં રાજ્ય સરકાર દ્વારા પૂર્ણા યોજના કાર્યરત છે, જેમાં 15 થી 18 વર્ષની શાળા એ જતી તથા ન જતી કિશોરીઓ માટે મહિનાના દર ચોથા મંગળવારે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ઉજવણીમાં વિવિધ પ્રવૃતિ કરાવવામાં આવે છે, દર મહિને અલગ-અલગ હરીફાઈ તથા પ્રવૃતિનું આયોજન કરવામાં આવે છે. ચોથા મંગળવારે પૂર્ણા દિવસ ઉજવણી અંતર્ગત જામનગર મહાનગર પાલિકાના વિશ્રામવાડી ખાતે કિશોરીઓને પી.ઓ./સી.ડી.પી.ઓ./,પૂર્ણા ક્ધસલ્ટન્ટ દ્વારા મિલેટ્સ,પૂર્ણા શક્તિ ના ફાયદા,એનીમિયાને અટકાવવા માટે લેવાતા પગલા,આઈ.એફ.એ. ગોળી લેવાનું મહત્વ વિષે વિગતવાર માહિતગાર કરવામા આવ્યા હતા. આ પોષણ માસ અંતર્ગત અતિ કુપોષિત બાળકોને પ્રોગ્રામ ઓફિસર,સી.ડી.પી.ઓ દ્વારા પોષણ કીટ,ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એનએનએમ સ્ટાફ તથા આંગણવાડી કાર્યકર બહેનોએ જેહમત ઉઠાવી હતી.