Saturday, December 28, 2024
Homeરાષ્ટ્રીયઆજે રચાશે ઇતિહાસ

આજે રચાશે ઇતિહાસ

આજે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર લેન્ડ થનારા ચંદ્રયાન-3 પર વિશ્વ આખાની નજર: સફળ લેન્ડીંગ માટે દેશભરના મંદિરોમાં હોમ, હવન, પૂજા, આરતી : સાંજે 5.20 વાગ્યાથી લેન્ડીંગની લાઇવ ઇવેન્ટ : પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી જોડાશે

- Advertisement -

ચંદ્રયાન-3 આજે સાંજે 6.40 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. 14 જુલાઈના રોજ બપોરે 3.35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ થતાં જ તે 41 દિવસમાં 3.84 લાખ કિમીની સફર કરીને નવો ઇતિહાસ લખશે.

- Advertisement -

લેન્ડરના ચાંદ પર લેન્ડ થતાં જ રેમ્પ ખુલશે અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર આવશે. વિક્રમ લેન્ડર પ્રજ્ઞાનની તસવીર લેશે અને પ્રજ્ઞાન વિક્રમની તસવીર લેશે.

આ ફોટોઝને પૃથ્વી પર સેન્ડ કરવામાં આવશે. જો ભારત પોતાના આ મિશનમાં સફળ રહ્યું તો આવું કરનાર પહેલો દેશ બનશે. આ ક્ષણ માણવા માટે દેશભરમાં ઉત્સાહ છે અને ઠેર-ઠેર લાઈવ ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મિશનની સફળતા માટે દેશમાં જ નહીં વિદેશમાં પણ અલગ-અલગ જગ્યાએ હવન કરવામાં આવી રહ્યા છે. વૈષ્ણોદેવી ગુફામાં આજ સવારથી મિશનની સફળતા માટે પૂજા શરૂ થઈ ગઈ છે. આ પૂજા ચંદ્રયાન-3 લેન્ડ થશે ત્યાં સુધી ચાલુ જ રહેશે. ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે 9 ઓગસ્ટના રોજ વિક્રમના લેન્ડિંગ વિશે કહ્યું હતું- ’જો બધું જ ફેઇલ થઈ જાય છે, જો બધા જ સેન્સર પણ ફેઇલ થાય છે તો પણ વિક્રમ લેન્ડિંગ કરશે, બસ માત્ર અલ્ગોરિધમ યોગ્ય રીતે કામ કરે. અમે એ પણ સુનિશ્ચિત કરી લીધું છે કે જો આ વખતે વિક્રમના બે એન્જિન કામ કરશે નહીં, ત્યારે પણ તે લેન્ડિંગ કરવામાં સક્ષમ રહેશે.’

- Advertisement -

લેન્ડિંગની લાઇવ ઇવેન્ટ સાંજે 5:20 વાગ્યે શરૂ થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાશે. અત્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં છે તેથી વર્ચ્યુઅલી જોડાઈ રહ્યા છે.
ચંદ્ર પર લેન્ડિંગના બે કલાક પહેલાં લેન્ડર મોડ્યૂલની સ્થિતિ અને ચંદ્ર પરની પરિસ્થિતિઓના આધારે એ નક્કી કરશે કે એ સમયે લેન્ડ કરવું યોગ્ય રહેશે કે નહીં. જો કોઈપણ પરિબળ યોગ્ય હશે નહીં તો, 27 ઓગસ્ટે લેન્ડિંગ કરવામાં આવશે.

અંતિમ 17 મિનિટ ખૂબજ મહત્વપૂર્ણ રહેશે

- Advertisement -

ભારતનું ચંદ્રયાન-3 ઈતિહાસ રચવા તૈયાર છે. 140 કરોડ ભારતીયોની સાથે સમગ્ર વિશ્વની નજર આ મિશન પર ટકેલી છે. સાંજે 6:04 વાગ્યે તેનું લેન્ડિંગ થવાની આશા છે. તમામ પરિમાણો તપાસ્યા પછી અને લેન્ડિંગનો નિર્ણય લીધા પછી, ઇસરો બેંગલુરુ નજીક બાયલાલુ ખાતે તેના ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક પરથી ઉતરાણના થોડા કલાકો પહેલાં લેન્ડિંગ મોડ્યુલમાં તમામ જરૂરી આદેશો અપલોડ કરશે. સોફ્ટ-લેન્ડિંગ પ્રક્રિયા 19 મિનિટમાં પૂર્ણ થશે. તેમાંથી 17 મિનિટ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ દરમિયાન લેન્ડરનું એન્જિન યોગ્ય સમયે અને યોગ્ય ઉંચાઈ પર શરૂ કરવું પડશે. ઇંધણની યોગ્ય માત્રાનો ઉપયોગ કરવો પડશે અને ઉતરાણ કરતા પહેલા ખાતરી કરવી પડશે કે ત્યાં કોઈ અવરોધ, ટેકરી અથવા ખાડો ન હોય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular