જામનગર તાલુકાના દરેડમાં મસીતિયા રોડ પર આવેલી ઓરડી પાસે ગેરકાયદેસર ગેસના બાટલામાં રીફીલીંગ કરી વેચાણ કરાતા સ્થળે એસઓજીની ટીમે રેઈડ દરમિયાન રૂા.61 લાખની કિંમતના 73 નંગ ગેસના બાટલા સહિતના સામાન સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.
દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડમાં મસીતિયા રોડ પર ગેરકાયદેસર ગેસ રીફીલીંગનું કૌભાંડ ચાલતું હોવાની વિરેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ ઝાલા અને હર્ષદ ડોરીયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ બી.એન. ચૌધરી અને પીએસઆઈ જે.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ ટીમે રેઈડ દરમિયાન મસીતિયા રોડ પર ઈન્દીરા કોલોનીમાં ઓરડીમાં રહેતાં આદમ ઉર્ફે કારા ખફી જાહેરમાં ગેરકાયદેસર ગેસના ભરેલા બાટલાઓમાંથી ગેસ કાઢી ખાલી બાટલાઓમાં રીફીલીંગ કરી ગેરકાયદેસર વેંચાણ કરતા હતાં. એસઓજીની ટીમે રેઇડ દરમિયાન સમીર આરિફ ખફી, જાવીદ રસીદ નોયડા નામના બે શખ્સોને 73 નંગ ગેસના ખાલી અને ભરેલા બાટલાઓ તથા લોખંડની ઇલેકટ્રીક મોટર, પ્લાસ્ટિકના પાઈપ, રેગ્યુલેટર, નોઝલ અને વજનકાંટો મળી કુલ રૂા.1,61,600 નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
એસઓજીની ટીમે બંને શખ્સોને મુદ્દામાલ સાથે પંચકોશી બી ડીવીઝનને સોંપી બંને વિરૂધ્ધ ગુનો નોંધાવી આગળની તપાસ એએસઆઈ સી એન જાડેજા ચલાવી રહ્યા છે.