ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા ગાગાભાઈ મેઘાભાઈ વાઘોર નામના 52 વર્ષના આધેડ છેલ્લા વીસેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય, તેનાથી કંટાળીને તેમણે ગઈકાલે શુક્રવારે પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર મહેશભાઈ ગાગાભાઈ વાઘોરે ભાણવડ પોલીસને કરી છે.