જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલા રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ આવી જતાં 30 વર્ષના અજાણ્યા પુરુષનું મોત નિપજ્યાની ઘટનામાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના દિગ્જામ સર્કલ નજીક આવેલા રેલવે ટ્રેક આરએમ નં. 829/3થી 829/2 વચ્ચેના રેલવે પાટા ઉપરથી શુક્રવારે રાત્રીના સમયે પસાર થતી ટ્રેન હેઠળ આવી જતાં 30 વર્ષના અજાણ્યા યુવાનનું શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અંગેની વિરમભાઇ પરમાર દ્વારા જાણ કરાતાં હેકો વી.એ. પરમાર તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.