જામનગર શહેરના મહાવીર નગર શેરી 3 વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા બે મહિલા સહિત સાત શખ્સોને સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 11350ની રોકડ અને ગંજીપાના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગરના હર્ષદ મીલની ચાલી પાસે આવેલા મહાવીર નગર શેરી નં.3માં જાહેરમાં જુગાર રમતા હોવાની પો.કો. ખોડુભા જાડેજા અને રાજેન્દ્રસિંહ ડોડિયાને મળેલી બાતમીના આધારે પોલીસ વડા પ્રેખસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જેએન ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ.ચાવડા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિભાઈ ડેર, મહેન્દ્રભાઈ પરમાર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ ડોડિયા, ખોડુભા જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન દિપક ભૂપેન્દ્ર વાઘેલા, રાજેશ રમેશ વાઘેલા, જયેશ કાળુ પરમાર, વેલજી દામજી ઝાલા, બાબુ માધા વાઘેલા અને બે મહિલા સહિત સાત શખ્સોને રૂા. 11350ની રોકડ અને ગંજીપાના સાથે ઝડપી લીધા હતા.