ભારત સરકારના રક્ષા મંત્રાલય હેઠળની ધ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ માઉન્ટેઈન્યરીંગ એન્ડ એડવેન્ચર સ્પોર્ટસ ગઈંખઅજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને જી-20 અંતર્ગત હર શિખર તિરંગા મિશન ભારતના દરેક રાજ્યના ઉચ્ચતમ શિખર પર તિરંગો ફરકાવી દેશના વીરોને યાદ કરવાના આ મિશનમાં NIMAS ના ડાયરેકટર રણવીર સિંઘ જમવાલ તથા તેમની ટીમે ગોરખનાથ શિખર પર્વત પર તિરંગો લહેરાવ્યો.
NIMAS તેમજ સ્થાનિક પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢના માનદ ઈન્સ્ટ્રકચરો તથા રાજ્યના પર્વતારોહિણીઓ જૂનાગઢના ભવનાથ ખાતે જોડાયા હતાં. NIMAS ના ડાયરેકટર રણવીરસિંઘ જમવાલના નેતૃત્વમાં દેશમાં પ્રથમવાર હર શિખર તિરંગાનું આયોજન થયું છે. તેઓ વિશિષ્ટ સેવા મંડલથી બે વાર સન્માનિત કરાયા છે. તેમજ તેઓ પહેલાં આર્મી ઓફિસર છે કે જેઓ એ સાત ખંડના ઉચ્ચ શિખરો સર કરેલા છે. તેમજ વિશ્ર્વનું ઉંચુ શિખર એવરેસ્ટ ત્રણ વાર સર કરેલું છે. તેમજ દેશનો સાહસ ક્ષેત્રનો સૌથી મોટો તેનજીંગ નોર્ગે એવોર્ડ પણ 2013 માં મેળવ્યો છે.
ગુજરાત એનસીસી બટાલિયન બીલખા રોડ જૂનાગઢના સુબેદાર બિપીન કલિટ તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતરોહણ તાલીમ કેન્દ્રના ઈન્ચાર્જ ઈન્સ્ટ્રકટર ઉપેન્દ્રસિંહ રાઠોડ અને પર્વતારોહણ કેન્દ્રના માનદ ઈન્સ્ટ્રકટરો અને આર્દશ સ્કૂલ ધોરાજી દ્વારા તેઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબે ડી.વાળાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને 76 મા સ્વતંત્ર દિનની ઉજવણી પ્રસંગે અમૃત કાલના પંચ પ્રણ પ્રતિજ્ઞા સૌ એ લીધી હતી.