ટાટા સમૂહની ઓનરશિપવાળી એરલાઈન એર ઈન્ડિયાએ પોતાના નવા લોગો અને ડિઝાઈનનો ખુલાસો કર્યો. પોતાના લોગોના ભાગ તરીકે, એરઈન્ડિયાએ લાલ, સફેદ અને રીંગણી કલર્સ જાળવી રાખ્યા છે. નવા લોગોનું નામ ‘ધ વિસ્ટા’ હશે. એરલાઈને પોતાના નવા ટેલ ડિઝાઈન અને થીમ ગીતનો પણ ખુલાસો કર્યો છે.ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરે કહ્યું કે નવો લોગો અગણિત શક્યતાઓ અને આત્મ વિશ્વાસને દર્શાવે છે. એર ઈન્ડિયાએ ગુરુવારે સાંજે એક લાઇવ ઈવેન્ટમાં પોતાનો નવો લોગો રજૂ કર્યો છે. એર ઈન્ડિયાનો નવો લોગો એર લાઈનની નવી ઓળખ અને રીબ્રાન્ડિંગનો ભાગ છે. નવા લોગોના લોન્ચ દરમિયાન તાતા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે કહ્યું કે એર ઈન્ડિયાને વિશ્વ સ્તરીય વિમાન કંપની બનાવવાની સફરની શરૂઆત થઈ ગઈ છે. ઈવેન્ટ દરમિયાન ચંદ્રશેખરે કહ્યું, નવા લોગોને જ તમે આજે અહીં જોઈ રહ્યા છો. વિસ્ટા ઐતિહાસિક રૂપે અગણિત શક્યતાઓ, પ્રગતિ અને આત્મવિશ્વાસને દર્શાવે છે.