Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમહિસાગર ઈન્ચાર્જ ફાયર અધિકારી રૂા.30 હજારની લાંચ લેતા ઝડપાયા

મહિસાગર ઈન્ચાર્જ ફાયર અધિકારી રૂા.30 હજારની લાંચ લેતા ઝડપાયા

- Advertisement -

મણિસાગરના ઈન્ચાર્જ ફાયર અધિકારીને એનઓસી રીન્યુ કરવા બદલ લાંચ લેતા એસીબીએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, આ કેસના ફરિયાદીએ વર્ષ 2021 માં પંચમહાલ ડિસ્ટ્રીકટ કો ઓપ. બેંકની હેડ ઓફિસ ગોધરા ખાતે હાઈડ્રન્ટ સીસ્ટમ લગાડી હતી. જે અંગે એનઓસી રીન્યુ કરવા પંચમહાલ ડીસ્ટ્રીકટ કો ઓપ. બેંકની હેડ ઓફિસ ગોધરા ખાતેથી વર્ક ઓર્ડર મળતા ફરિયાદીએ ગત તા.05/04/2023 ના રોજ ગોધરા નગરપાલિકાની વિભાગીય ફાયર ઓફિસરની કચેરીએ જઈ એનઓસી રીન્યુ કરવા અરજી કરી એનઓસી રીન્યુ કરવા માટેની ભરવાની થતી રૂા.3500 ફી ભરી હતી. આમ છતાં એનઓસી રીન્યુ ન થતા તા.03/07/2023 ના રોજ ગોધરા ખાતે વિભાગીય ફાયર અધિકારીની ઓફિસે જઈ વિભાગીય ફાયર અધિકારી પ્રવિણસિંહ ફતેસિંહ સોલંકીને મળતા તેમણે રૂા.30 હજારની લાંચની માંગણી કરી હતી.

આથી ફરિયાદીએ રૂા.30 હજારની સગવડ થયે આપી દેશે તેમ જણાવ્યું હતું. આથી એનઓસી અપાયું હતું. ત્યારબાદ આરોપીએ ફરિયાદીના મિત્રને આપેલ એનઓસી રદ્દ કરવા અંગેની વાતચીત કરતા મોબાઇલ ફોન ઉપર ત્રીસ હજારની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. જેણે લઇ પંચમહાલ એકમ ગોધરા એસીબીના મદદનીશ નિયામક બી.એમ. પટેલના સુપરવીઝન હેઠળ મહિસાગર એસીબીના પીઆઇ એમ.એમ. તેજોત સહિતની ટીમ દ્વારા છટકુ ગોઠવી લુણાવાડા એસટી બસ સ્ટેન્ડ પાસેથી પંચમહાલ વિભાગીય ફાયર અધિકારી પ્રવિણસિંહ ફતેસિંહ સોલંકીને રૂા.30 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular