મુળ જામજોધપુરના હાલ રાજકોટ રહેતા ખેડૂત ચત્રભુજ દેવશીભાઇ ખાંટની ખાતા નં. 1122 રે.સર્વે નં. 1390 આરે 1-57-83 ચો.મી. આકાર 14-81 વાળી ખેતીની જમીન માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ છે. આ ખેતીની જમીન પર યાર્ડની અન્ય જમીન પર જવા રસ્તો બનાવી યાર્ડ દ્વારા દબાણ કરે છે. ખેડૂત કેનેડા ગયા હોય તે સમય દરમિયાન તેમની ગેરહાજરીમાં તેમની ખેતીની જમીનની કાચી દિવાલ પાડી યાર્ડ દ્વારા ગેરકાયદેસર જમીન પર દબાણ કરાયેલ છે. આ અંગે ખેડૂત દ્વારા અનેક લેખિત મૌખિક રજૂઆત કરી જમીન માપણી કરીને દબાણ દૂર કરવા રજૂઆત કરાઇ હતી. પણ સત્તાના મદમાં રાચતા સત્તાધિકારીઓ દ્વારા કોઇપણ દબાણ દૂર કરવા કોઇ કાર્યવાહી કરાઇ નથી. ખેડૂત ચત્રભુજનભાઇ ખાંટને આ ખેતીની જમીન આજીવીકાનું એકમાત્ર સાધન હોય માર્કેટિંગ યાર્ડ દ્વારા આ ખેડૂતની જમીન પર કરાયેલ દબાણ અંગે જિલ્લા રજીસ્ટારને લેખિત રજૂઆત કરી આ દબાણ દૂર કરવા જણાવેલ છે. જો દબાણ અંગે આગામી 15 દિવસમાં કોઇ કાર્યવાહી નહીં થાય તો માર્કેટિંગ યાર્ડ સામે આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચિમકી ખડૂત ચત્રભુજભાઇ દ્વારા આપવામાં આવી છે.