Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગર‘ઢોરનગર’ : જ્યાં જુઓ ત્યાં ઢોર

‘ઢોરનગર’ : જ્યાં જુઓ ત્યાં ઢોર

શહેરમાં માર્ગો પર ઢોરના અડિંગાથી વાહનચાલકો ત્રસ્ત : છાસવારે રખડતા ઢોર નિર્દોષ લોકોનો ભોગ લઇ રહ્યા છે

- Advertisement -

જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાએ કોઇ હવે નવી વાત રહી નથી. શહેરીજનો વર્ષોથી રખડતા ઢોરની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. હાલમાં ચોમાસાની સિઝનમાં માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ વધી ગયો છે. જેને પરિણામે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તંત્રની લાપરવાહીને પરિણામે માર્ગો પર અડિંગો જમાવી બેઠેલા રખડતા ઢોરના દ્રશ્યો સામાન્ય બની ચૂકયા છે.

- Advertisement -

જામનગર શહેરમાં માર્ગો પર ગંદકી, ટ્રાફિક, દબાણો તથા રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે. તંત્રની લાપરવાહીને કારણે જામનગર શહેરની હાલત દિવસેને દિવસે કથળતી જઇ રહી છે. જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા હોય છે. શહેરનો એકપણ માર્ગ એવો નહીં હોય કે, જ્યાં રખડતાં ઢોર જોવા ન મળે. રખડતા ઢોરને પરિણામે છાસવારે નિર્દોષ લોકો તેનો ભોગ પણ બનતા હોય છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તા પરથી ઢોરને ગલીઓને ધકેલવા માટે અનેક રોજમદારો રાખેલા છે. આમ છતાં રખડતા ઢોર શહેરના રસ્તા ઉપર મુક્તપણે વિચરી રહ્યાં છે અને તંત્ર આ સમસ્યાનો કોઇ ઉકેલ લાવી શકી નથી. તે પણ એક હકીકત છે.

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી હોય, રખડતા ઢોરની સમસ્યા ખૂબ વધી છે. ઢોર માલિકો દ્વારા ઢોરને છૂટા મૂકી દેવામાં આવે છે. જે માર્ગો પર અડિંગો જમાવીને બેસી જાય છે અને ઘણી વખત જાહેર માર્ગો પર આ રખડતા ઢોરનું યુધ્ધ પણ જામે છે. જેને પરિણામે શહેરીજનોને માર્ગો પરથી વાહન લઇને પસાર થવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માર્ગો પર અડિંગો જમાવી બેઠેલા રખડતા ઢોરને પરિણામે ટ્રાફિક જામ અને અકસ્માતની સમસ્યા પણ સર્જાઇ છે. શહેરમાં ટ્રાફિકથી ધમધમતા પી.એન. માર્ગ, લાલબંગલા સર્કલ, પંચેશ્ર્વરટાવર સહિતના અનેક માર્ગો પર રખડતા ઢોર જોવા મળી રહ્યા હોય છે.

- Advertisement -

જામનગર ઢોરનગર બનતુ હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યાં છે. ઠેક-ઠેકાણે રખડતાં ઢોરના અડિંગાથી ગંદકી અને ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાઇ રહી છે. તો બીજીતરફ વાહનચાલકોના જીવનું જોખમ પણ તોળાઇ રહ્યું છે. જામ્યુકોનું તંત્ર આ સમસ્યાના ઉકેલમાં સદ્ંતર નિષ્ફળ ગયું હોય, વાહન ચાલકો ભગવાન ભરોસે માર્ગો પર ચાલી રહ્યાં છે. ત્યારે ભગવાન જ બચાવે તેવી સ્થિતિ સર્જાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular