Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપુરૂષોતમજી મંદિર પાસે જ ખાડો....

પુરૂષોતમજી મંદિર પાસે જ ખાડો….

- Advertisement -

અધિકમાસમાં દુકાળની કહેવત તો આ વરસે ખોટી પડી છે પરંતુ અધિક માસમાં મંદિર પાસે જ ખાડો આ હકિકત છે. જામનગર હવાઈ ચોક વિસ્તારમાં આવેલા શહેરના એકમાત્ર રાજાશાહી સમયના પુરૂષોતમજી મંદિરે દરરોજ અનેક ધર્મપ્રેમી આબાલ વૃદ્ધે દર્શનાર્થે આવતા હોય મંદિર પાસેનો આ વિશાળ ખાડો વિઘ્નરૂપ બની રહ્યો છે. ટ્રાફિકથી સતત ધમધમતા અને સાંકડા આ રોડ પર ધાર્મિક તહેવારમાં પણ આવા ખાડા પ્રત્યે દુર્લક્ષ સેવતા તંત્ર અને શાસકો સામે રોષની લાગણી ફેલાય છે. આ ખાડા અંગે આ વિસ્તારના શાસક પક્ષના કોર્પોરેટર એ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તેનો કોઇ યોગ્ય પ્રત્યુતર કે કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી. જ્યારે આજ વોર્ડના અમુક વિસ્તારોમાં રાતોરાત ખાડા બુરાતા અનેક તર્કવિતર્ક ઉભા થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular