ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં આવેલી દુકાનની લોખંડની ગ્રીલ તોડી તિજોરીમાંથી રૂા.10.85 લાખની રોકડ ચોરીના બનાવમાં એલસીબીની ટીમે પોરબંદરના બે તસ્કરોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.7.47 લાખની રકમ કબ્જે કરી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામમાં આવેલા માર્કેટીંગ યાર્ડમાં શ્રી મહાવીર ટે્રડીંગ કાું. નામની રાકેશભાઈ શેઠની દુકાનમાંથી ગત તા.18 જૂનના રોજ રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને બારીની લોખંડની ગ્રીલ તોડી દુકાનમાં પ્રવેશ કરી તિજોરીમાંથી રૂા.10,85,000 ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. આ બનાવમાં પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. દરમિયાન એલસીબીના સંજયસિંહ વાળા, દિલીપ તલાવડિયા અને હરદીપ ધાંધલને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંઈહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન ધ્રોલ તાલુકાના લતીપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી એલસીબીની ટીમે બાતમી મુજબના અનિલ રામા સોલંકી (રહે. રૈયાધાર, રામાપીર ચોકડી પાસે, રાજકોટ, મુળ- રાણા કંડોરણા જિ. પોરબંદર) અને પરે નરશી સોલંકી (રહે. જેતપુર મુળ – રાણા કંડોરણા જિ. પોરબંદર) નામના બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.7,47,000 ની રોકડ રકમ મળી આવતા પૂછપરછ હાથ ધરતા ધ્રોલ માર્કેટીંગ યાર્ડની ચોરી આચરી હોવાની કેફિયત આપી હતી. જેના આધારે એલસીબીએ પૂછપરછ હાથ ધરતા તસ્કર પરેશ સામે રાજકોટ શહેરમાં બે, ગીરગઢડામાં એક અને પ્રભાસ પાટણમાં બે સહિત પાંચ ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે અનિલ સોલંકી સામે રાજકોટના ચાર અને પડધરીનો એમ પાંચ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.