Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયહરિદ્વાર અને ઋષિકેશમાં ગંગા જોખમી સપાટીને પાર

હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગા જોખમી સપાટીને પાર

- Advertisement -

દેશના ઘણા રાજ્યો હાલ પૂર તેમજ ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં દિલ્હીનું પૂર, હરિયાણામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટના તેમજ ઉત્તરાખંડમાં પણ વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી, ત્યારે હવે હરિદ્વાર અને ઋષિકેશ પર જળસંકટ આવી ચઢ્યું છે. હાલ મળતા અહેવાલો મુજબ હરિદ્વારમાં આજે સાંજે ગંગા નદીનું જળસ્તર એલર્ટ નિશાનને પાર પહોંચી ગયું છે. પહાડો પર પડી રહેલો વરસાદ અને ટિહરી ડેમમાંથી વધારાનું 3000 ક્યુસેક પાણી છોડવાના કારણે હરિદ્વારમાં ગંગા નદીમાં જળસ્તરમાં ધરખમ વધારો થયો છે.

- Advertisement -

હરિદ્વારના ભીમગોડાં બેરેજ પર ગંગા નદીની સપાટી સાંજે 7 વાગ્યા સુધીમાં 293 મીટરે એટલે કે ચેતવણી સ્તરે પહોંચી ગઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ પૂર ચોકીઓને એલર્ટ પર રહેવા સૂચના આપી છે. સિંચાઈ વિભાગના એસડીઓ શિવ કુમાર કૌશિકે જણાવ્યું કે, શ્રીનગર ડેમમાંથી વધારાનું 3000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ બપોરથી ગંગાનું જળસ્તર સતત વધી રહ્યું છે. સાંજે 7 વાગ્યે જળસ્તર 293 મીટરના એલર્ટ લેવલ પર પહોંચી ગયું છે. જ્યારે હરિદ્વારમાં ગંગા નદીની સપાટીના જોખમનું નિશાન 294 મીટર છે. તેમણે જણાવ્યું કે, જિલ્લા મેજિસ્ટ્રેટ ધીરજ સિંહ ગરબ્યાલે તમામ પૂર ચોકીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે. આ સાથે ગંગા કિનારે રહેતા લોકોને સલામત સ્થળે જવા માટે તાકીદ કરવામાં આવી છે. તમામ અધિકારીઓને એલર્ટ મોડ પર રહેવા પણ કહેવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular