જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટા ખડબા ગામ પાસેથી એક તરુણ બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો, અને તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેના કોઈ વાલી વારસદાર મળેલા ન હોવાથી તેના પરિવારજનોની ઓળખ કરવા માટે લાલપુર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લાલપુર તાલુકાના મોટાખડબા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મુળુભા કલુભા જાડેજાએ લાલપુર પોલીસ મથકમાં જાહેર કર્યું હતું કે પોતાની વાડી પાસે માલ ઢોર ચરાવતો લાલુભાઈ રાઠોડ નામનો 17 વર્ષનો તરૂણ કે જે એકાએક બેશુદ્ધ બન્યો હતો, અને તેને સારવાર માટે સૌપ્રથમ લાલપુર અને ત્યારબાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા પછી તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.
જ્યારે તેના હાથના પોંચા પાસે અંગ્રેજીમાં એલ ત્રોફાવેલું છે, અને તે કબૂતરી તેમજ કોફી કલરનું લાઇનિંગ વાળું ટીશર્ટ તેમજ કાળા કલરનું નાઈટ પેન્ટ પહેરેલા છે. જે વ્યક્તિ અંગે કોઈને જાણકારી હોય અથવા તેના વાલી વારસ હોય તો તેમણે લાલપુર પોલીસ મથકમાં એ.એસ.આઈ. કે. કે. ચાવડા નો 092895272236 નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.