જામનગર શહેરમાં ધોળેદિવસે સ્ટ્રીટલાઇટોના અજવાળા જોવા મળતાં તંત્રની બેદરકારી સામે આવી છે. શહેરના સુભાષબ્રિજથી ગુલાબનગર રોડ ઉપર દિવસે પણ સ્ટ્રીટલાઇટો ચાલુ જોવા મળી હતી. ધોળેદિવસે પણ સ્ટ્રીટલાઇટો ચાલુ રહેતાં લોકોમાં પણ અચરજ સાથે રોષ જોવા મળ્યો હતો. કેટલાંક વિસ્તારોમાં રાત્રીના સમયે પણ સ્ટ્રીટલાઇટોના ઠેકાણા હોતાં નથી. ત્યારે અહીં ધોરેદિવસે સ્ટ્રીટલાઇટો ચાલુ હોય, તંત્રની બેદરકારી જોવા મળી છે.