વિભિન્ન ક્ષેત્રોમાં પ્રિન્ટ પત્રકારત્વમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પત્રકારોને સન્માનિત કરવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા શ્રેષ્ઠ પત્રકારિતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય પુરસ્કારો માટે ભારતનું નાગરિકત્વ ધરાવતા તમામ પત્રકારો, ફિલાન્સ પત્રકારો તથા ફોટો જર્નાલિસ્ટને જુદી જુદી નવ શ્રેણીમાં પુરસ્કાર આપવા માટે અરજીઓ મગાવાઇ છે. આ માટેની વિસ્તૃત માહિતી ૂૂૂ.ાયિતતભજ્ઞક્ષભશહ.ક્ષશભ.શક્ષ પર ઉપલબ્ધ છે. પુરસ્કારો માટેની અરજીઓ સચિવ ભારતીય પ્રેસ પરિષદ, સૂચના ભવન, 8-સીજીઓ કોમ્પ્લેક્ષ, લોધી રોડ, નવીદિલ્હી-11003ને 18મી ઓગસ્ટ-2023ના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં સીલ બંધ કવરમાં ખાનગી લખીને મોકલી આપવા જણાવાયું છે. ઉપરાંત અગ્રીમ સોફટ કોપી તયભુ-ાશભઽક્ષશભ.શક્ષ પર ઇ-મેઇલ દ્વારા મોકલી શકાય છે.