Saturday, December 28, 2024
Homeરાષ્ટ્રીયમોદી સામે વિપક્ષી મોરચો

મોદી સામે વિપક્ષી મોરચો

- Advertisement -

લોકસભા ચૂંટણી 2024માં ભાજપને હરાવવા માટે આજે બેંગલુરુમાં વિરોધ પક્ષોની બીજી બેઠક યોજાશે. તેમાં 26 પાર્ટીઓ ભાગ લે તેવી શક્યતા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 8 નવી પાર્ટીઓને આમંત્રણ આપ્યું છે. આ બેઠક પહેલા શિમલામાં યોજાવાની હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હિમાચલમાં ભારે વરસાદને કારણે સ્થળ બદલવામાં આવ્યું હતું. સોનિયા ગાંધી પહેલીવાર વિપક્ષની એકતાની બેઠકમાં ભાગ લઈ શકે છે. બેઠક પહેલા, તે સોમવારે વિપક્ષી નેતાઓ માટે ડિનરનું આયોજન કરી શકે છે. 2024ની ચૂંટણીમાં ભાજપ-એનડીએ સામે સંયુક્ત લડત આપવા માટે દેશના 26 વિરોધ પક્ષોની આજે બેંગ્લુરુમાં મળનારી બેઠકમાં કોણ હાજર રહે છે કોણ નહી તેના પર નજર છે. એક તરફ પ્રથમ વખત કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી તથા વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આ બેઠકમાં હાજરી આપશે અને આજે સાંજે સોનિયા ગાંધી તમામ વિપક્ષી નેતાઓને ‘ડીનર’ આપશે. તો દિલ્હી વટહુકમ મુદે કોંગ્રેસ પક્ષે સંસદમાં અને ખાસ કરીને રાજયસભામાં આમ આદમી પાર્ટીના લાભાર્થી આ વટહુકમનું સ્થાન લેનાર ખરડાનો વિરોધ કરવા જાહેરાત કરતા હવે આમ આદમી પાર્ટી આ બેઠકમાં હાજરી આપશે. બે દિવસની આ બેઠકમાં આજે રાત્રીના જ વિપક્ષના નેતાઓ બેંગ્લુરુ પહોંચી જશે. પ.બંગાળમાં હાલની પંચાયત ચુંટણીમાં હિંસાથી મોટી મુશ્કેલીનો સામનો કરી રહેલા રાજયના મુખ્યમંત્રી તથા તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજી બેઠકમાં હાજરી આપશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ખાસ ફોન કરીને મમતાને હાજર રહેવા રાજી કરી દીધા હતા. કોંગ્રેસ પક્ષે ભાજપ સ્ટાઈલથી ખાસ કરીને દક્ષિણના રાજયોના નાના પક્ષોને સાથે લઈને આ ગઢમાં ભાજપનો પ્રવેશ અશકય બનાવવાની વ્યુહરચના ઘડી છે. આજથી બેંગ્લોરમાં મળનારી વિપક્ષની બેઠકમાં એનસીપીના વડા શરદ પવાર આવતીકાલે સવારે કર્ણાટકના પાટનગર પહોંચશે અને વિપક્ષોની બેઠકમાં હાજરી આપશે તેવી જાહેરાત થઈ છે. શ્રી પવાર પ્રારંભથી જ વિપક્ષો એક બને તેના પ્રયાસોમાં હતા અને તેમની ગેરહાજરીથી વિપક્ષી એકતાને ફટકો પડે તેવી શકયતા હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular