Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયખાદ્યપદાર્થોના ભાવોએ ફરીથી છૂટક મોંઘવારી દર વધાર્યો

ખાદ્યપદાર્થોના ભાવોએ ફરીથી છૂટક મોંઘવારી દર વધાર્યો

- Advertisement -

જૂન મહિનામાં અનાજ અને દાળોના ભાવ વધવાને કારણે રીટેલ ફુગાવો વધીને 4.81 ટકા થયો છે. જે છેલ્લા ત્રણ મહિનાનો સૌથી વધારે છે. જો કે આમ છતાં રીટેલ ફુગાવો આરબીઆઇના કમ્ફર્ટ ઝોન હેઠળ છે. ક્ધઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત ફુગાવો ફેબુ્રઆરીથી સતત ત્રણ મહિના સુધી ઘટયો હતો. આગામી મહિને આરબીઆઇ નાણાકીય નીતિની સમીક્ષા કરશે. રેપો રેટ નક્કી કરતી વખતે આરબીઆઇ રીટેલ ફુગાવો ધ્યાનમાં લેતી હોય છે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે મે, 2023માં રીટેલ ફુગાવો 4.31 ટકા હતો. જ્યારે જૂન, 2022માં રીટેલ ફુગાવો સાત ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જૂનમાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો 4.49 ટકા રહ્યો છે. જે મેની સરખામણીમાં 2.96 ટકા વધારે છે. ઉલ્લેખનિય છે કે સીપીઆઇમાં ખાદ્ય વસ્તુઓનો ભારાંક 50 ટકાથી વધારે છે. બીજી તરફ મે મહિનામાં ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં 5.2 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ, 2023માં ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.5 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. મેન્યુફેકચરિંગ અને માઇનિંગ સેકટરના સારા દેખાવને પદલે મેમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે.

ઇન્ડેક્સ ઓેફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન (આઇઆઇપી) આધારિત ઓદ્યોગિક ઉત્પાદનમાં લોઅર બેઇઝ ઇફેક્ટને કારણે ંમે, 20222માં 19.7 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આઇઆઇપીના આંકડાઓ અનુસાર મે, 2023માં મેન્યુફેકચરિંગ સેકટરના ઉત્પાદનમાં 5.7 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular