Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઅરેરાટીજનક બનાવ: મેલી વિદ્યાની આશંકા રાખી પતિએ પત્ની તથા પુત્રના ગળા કાપી...

અરેરાટીજનક બનાવ: મેલી વિદ્યાની આશંકા રાખી પતિએ પત્ની તથા પુત્રના ગળા કાપી નાખ્યા

પત્ની અને પુત્રને છરી વડે છરકા મારી પોતાના ગળામાં પણ છરી મારી : પોલીસ દ્વારા પતિ વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ

- Advertisement -

જામનગર જિલ્લાના લાલપુર નજીક એક શખ્સે ઉશ્કેરાટમાં આવી પોતાની પત્ની અને પુત્રને ગળાના ભાગે છરી વડે ઈજા પહોંચાડી પછી પોતે પણ પોતાના ગળાના ભાગે છેકા મારી દેતા ત્રણેયને સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ઈજાગ્રસ્ત મહિલાની ફરિયાદને આધારે પોલીસે પતિ સામે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરના પાટીયા પાસે ભાટડાવાસમાં રહેતાં તુલસીભાઈ અરજણભાઇ સોલંકી તેના પત્ની સોનીબેન ઉપર અવાર-નવાર વહેમ કરી તેણી મેલી વિદ્યા જાણતી હોય અને તેના ઉપર મેલી વિદ્યા કરી હોવાનું કહી અવાર-નવાર ઝઘડો કરતા હતાં આ દરમિયાન ગઈકાલે મંગળવારે સવારના સમયે આ અંગે ઝઘડો કરી તુલસીભાઈ દ્વારા તેમના પત્ની સોનીબેનને ગળાના ભાગે છરી વડે હુમલો કરતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આ દરમિયાન ફરિયાદી સોનીબેનનો પુત્ર હરેશ (ઉ.વ.11) વચ્ચે પડતા તેને પણ ગળાના ભાગે તથા જમણા હાથની આંગળીઓમાં અને હથેળીઓમાં છરી વડે ગંભીર ઈજા પહોંચાડી પોતે પોતાના ગળાના ભાગે પણ છરીના છરકા મારી દેતા પતિ-પત્ની અને પુત્ર ત્રણેય લોહી લુહાણ બન્યા હતાં.

- Advertisement -

આ ઘટનાની જાણ થતા 108 ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સોનીબેન તથા તેના પુત્ર હરેશને લોહીલુહાણ હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરિયાદી સોનીબેન તથા તેમના પુત્ર હરેશને ટાંકા લેવા પડયા હતાં અને હાલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત હુમલો કરનાર તુલસીભાઈ પણ ઈજાગ્રસ્ત હોય તેને પણ સારવાર માટે દાખલ કરાયા હતાં. બનાવની જાણ થતા લાલપુરના પીએસઆઇ એમ.એન. જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત સોનીબેન અને તેમના પુત્ર નું નિવેદન નોંધી તેમની ફરિયાદના આધારે તેમના પતિ તુલસીભાઈ અરજણભાઈ સોલંકી વિરૂધ્ધ હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular