જામનગર સહિત રાજ્યભરમાં ગુજરાત બોર્ડ દ્વારા ધો.10 ની પૂરક પરીક્ષા ચાલી રહી છે. જેમાં જામનગર શહેરમાં ધો.10ના ગણિતના પેપરમાં એક કોપી કેસ નોંધાયો હતો.
જામનગરમાં ગુજરાત બોર્ડ દ્વારા ધો.10 ની પૂરક પરીક્ષા ચાલી રહી છે. 1700 જેટલા પરીક્ષાર્થીઓ આ પૂરક પરીક્ષામાં નોંધાયા છે. પરીક્ષા દરમિયાન જામનગર શહેરમાં એલ.જી. હરિયા સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ગણિતના પેપર દરમિયાન એક કોપી કેસ નોંધાયો હતો. ધો.10 ના ગણિતના પેપર દરમિયાન વિદ્યાર્થી પાસેથી ચીઠી મળી આવતા સુપરવાઈઝરે પરીક્ષા કેન્દ્ર સંચાલકે જાણ કરતા આ અંગે શિક્ષણાધિકારી કચેરીના નોડલ અધિકારીને જાણ કરવામાં આવી હતી અને વિદ્યાર્થી વિરૂધ્ધ કોપી કેસ રોજકામ કરી વિદ્યાર્થીની ઉતરવહી અલગ કવરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલવા કાર્યવાહી હાથ ધરાઈ હતી.