Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામજોધપુરના સીદસર નજીકથી અબોલ પશુને કતલખાને લઇ જતા બે શખ્સ ઝડપાયા

જામજોધપુરના સીદસર નજીકથી અબોલ પશુને કતલખાને લઇ જતા બે શખ્સ ઝડપાયા

- Advertisement -

જામજોધપુર ગામના સીદસર ગામ નજીકથી બોલેરો વાહનમાં ત્રણ અબોલ પશુને લઇ જતા બે શખ્સોને સ્થાનિક પોલીસે ઝડપી લઇ રૂા.3.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સીદસર ગામના પુલ પાસેથી પસાર થતા બોલેરોને પીએસઆઈ એમ.જી. વસાવા તથા સ્ટાફે આંતરીને તલાસી લેતા બોલેરોમાં ત્રણ અબોલ પશુઓને નિરણ ચારણ કે પાણીની વ્યવસ્થા વગર કતલખાને લઇ જવાતા મળી આવતા પોલીસે ઉપલેટાના બોદુ સતાર સૈયદ અને નુરમામદ ઈબ્રાહિમ કટારીયા નામના બે શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.60 હજારની કિંમતના ત્રણ અબોલ પશુઓ અને ત્રણ લાખની કિંમતની બોલેરો પીકઅપ વાહન મળી કુલ રૂા.3,60,000 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular