જામનગર તાલુકાના ખોજા બેરાજાની સીમમાં બાવળની ઝાડીઓમાંથી પંચ બી પોલીસે રૂા.22.82 લાખની કિંમતની 4564 નંગ દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ખોજાબેરાજા ગામ અડાવાના કાઠીયાવાડી સીમમાં બાવળની ઝાડીઓમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની પંચ બી ના હેકો નિર્મલસિંહ જાડેજા તથા પો.કો. મહાવીરસિંહ જાડેજા અને મયુરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ પીએસઆઈ એમ.એ. મોરી, એએસઆઈ મહિપાલસિંહ જાડેજા તથા હેકો નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા તથા પો.કો. ખીમાભાઈ જોગલ, સુમિતભાઈ શિયાર તથા મહાવીરસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા તથા રાજદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.22,82,000 ની કિંમતની 4564 નંગ દારૂની બોટલ તથા રૂા.3,50,000 ની કિંમતની મોટરકાર, રૂા.2,25,000 ની કિંમતનું છોટા હાથી તથા રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂા.28,62,000 ની કિંમતના મુદ્દામાલ સાથે જયપાલસિંહ લાલુભા વાઘેલા નામના શખ્સને ઝડપી લીધો હતો. તેમજ આસિફ ઉર્ફે અશરફ સંધી નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી.