Sunday, December 7, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઉત્તરથી દક્ષિણ સુધી અનરાધાર

ઉત્તરથી દક્ષિણ સુધી અનરાધાર

કેરળમાં ધોધમાર વરસાદ, બિહારમાં વીજળીએ 15નો ભોગ લીધો : પંજાબમાં ર95 ટકા વધુ વરસાદ : દિલ્હી એનસીઆર પણ પાણી-પાણી

કેરળમાં મંગળવાર રાતથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તાઓ પર પાણી ભરાવ, નદીઓ અને ડેમમાં પાણીના સ્તરમાં વધારો અને કેટલાક વિસ્તારોમાં મકાનોને નુકસાન થવાના અહેવાલો આવ્યા છે. તે જ સમયે પંજાબમાં સામાન્ય કરતાં 295% વધુ વરસાદ નોંધાયો હતો. બિહારમાં વીજળી પડવાથી 15 લોકોના મોત થયા છે. ત્યાં લુધિયાણા અને બાગેશ્વરમાં એક-એકનું મોત થયું છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળના 14માંથી 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે. પથાનમથિટ્ટા જિલ્લામાં એક ઓટો રિક્ષા પલટી નાળામાં પડી જતાં એક વ્યક્તિનું મોત થયું હતું. બિહારમાં વીજળી પડવાથી 15 લોકોના મોત થયા છે. આ ઘટના છેલ્લા 24 કલાક દરમિયાન બની હતી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે 15 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

- Advertisement -

તેમણે મૃતકોના પરિવારજનો માટે 4 લાખ રૂપિયાની રાહત રકમની પણ જાહેરાત કરી હતી. તેમણે રાજ્યના લોકોને સતર્ક રહેવા અને ઘરની અંદર રહેવાની પણ અપીલ કરી છે. પંજાબમાં બુધવારે ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. રાજ્યમાં સામાન્ય કરતાં 295% વધુ વરસાદ નોંધાયો છે. લુધિયાણામાં સૌથી વધુ 103.8 મીમી વરસાદ નોંધાયો હતો. લુધિયાણાના કોટમંગલ સિંહ નગર વિસ્તારમાં ટ્યુબવેલનો લોખંડનો શેડ તૂટી પડતા તેની નીચે ઊભેલા પાંચ લોકો ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાગેશ્વર જિલ્લાના લોધુરા બુગ્યાલ (કપકોટ)માં મંગળવારે વીજળી પડવાથી લીટી ગામમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ટનકપુરમાં કિરોડા નાળામાં બાઇક સવાર ગેસ્ટ ટીચર તણાઇ ગયા હતા. જોકે પોલીસે તેમને બચાવી લીધા હતા. ટનકપુરથી આઠ કિમી દૂર પૂર્ણાગિરી રોડ પર બટનાગઢ વિસ્તારમાં કાટમાળના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. પૂર્ણાગિરી ખાતે ફસાયેલા 40 મુસાફરોને બચાવવામાં આવ્યા હતા. પૂર્ણગીરી ધામની અવરજવર હાલમાં સંપૂર્ણ બંધ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular