Friday, December 27, 2024
Homeરાજ્યહાલારધરમપુરના 26 વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ

ધરમપુરના 26 વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ

દિવાળી બાદ તેના લગ્ન થવાનાં હતાં : મિસ્ત્રીકામ કરતા પિતાની નજર સમક્ષ જ પુત્ર ઢળી પડયો

- Advertisement -

જામનગર અને દ્વારકા સહિત દેશભરમાં બાળકો અને યુવાનોના હૃદયરોગના હુમલાથી મોત નિપજવાની ઘટનાએ દેશભરમાં ચિંતા પ્રસરી ગઈ છે. એક પછી એકના મોતની ઘટનાને કારણે દેશવાસીઓ ગંભીર ચિંતામાં મૂકાઈ ગયા છે. હાલમાં જ રાજકોટ અને જૂનાગઢના બાળકના મોત નિપજ્યાની ઘટના તાજી છે ત્યારે ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામનો 26 વર્ષનો યુવાન પુત્ર મિસ્ત્રી કામ કરતા પિતાની નજર સામે જ ઢળી પડતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

ખંભાળિયાના જામપુર ગામે રહેતો પ્રશાંત પ્રવિણ કણઝારીયા નામનો 26 વર્ષનો યુવાન ગઇકાલે મિસ્ત્રીકામ કરતો હતો ત્યારે તેના પિતાની નજર સામે જ હૃદયરોગનો હુમલો આવતાં ઢળી પડયો હતો. આથી તેને તુરંત હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. દરમિયાન જિલ્લા ભાજપા મહામંત્રી તથા ધરમપુરના સતવારા અગ્રણી રસિકભાઇ નકુમે જણાવ્યું હતું કે, આગામી દિવાળી બાદ આ યુવાનના લગ્ન હતાં. ત્યારે જ આ કરૂણ બનાવ બન્યો હતો.

ખંભાળિયામાં આ પહેલા પણ આવી રીતે હૃદયરોગના હુમલાથી એક વિપ્ર તથા લોહાણા યુવાનોના મૃત્યુ નિપજ્યા હતાં. ત્યારે માત્ર 26 વર્ષના યુવાનના મોતથી સતવારા સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular