ધ્રોલ ગામમાં આવેલા રાધેપાર્ક સોસાયટીમાં રહેતી યુવતીએ તેણીના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. યુવતીના પતિએ પીયર થોડા સમય પછી જવાનું કહેતા મનમાં લાગી આવતા જિંદગી ટૂંકાવી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં આવેલી રાધે પાર્ક સોસાયટીમાં રહેતી ભાનુબેન ઉર્ફે ભાવુ ભુપતભાઈ ટારીયા (ઉ.વ.24) નામની યુવતીને તેણીના પીયર જવું હતું. પરંતુ પતિએ માતા-પિતા આવી જાય પછી પત્નીને પીયર જવાનું કહેતા આ બાબતનું મનમાં લાગી આવતા ભાનુબેને સોમવારે સવારના સમયે તેના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ મૃતકના પતિ ભુપતભાઈ દ્વારા કરવામાં આવતા પીએસઆઇ પી.જી.પનારા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરતા મૃતકના લગ્ન આશરે 3 વર્ષ અગાઉ થયા હતાં. જેથી પોલીસે યુવતીની આત્મહત્યાનું ચોકકસ કારણ જાણવા જીણવટભરી તપાસ હાથ ધરી હતી.